Himachal Pradesh

હિમાચલમાં કોંગ્રેસે જનતાની સામે ખોટું બોલી ચુંટણી જીતી છે ઃ અનુરાગ ઠાકુર

શિમલા
હિમાચલ પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી એક અને કેન્દ્રીની મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભાજપના કાર્યકર્તાઓને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં પાર્ટીની હારના કારણો પર આત્મનિરીક્ષણ કરવા અને આગામી વર્ષ યોજાનાર લોકસભા ચુંટણી પહેલા કમીઓને દુર કરવાનું આહ્‌વાન કર્યું હતું.ઠાકુરે ભાજપની બે દિવસીય બેઠક દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં કેન્દ્રની ઉપલબ્ધિઓ અને મહિલાઓ કિસાનો અને યુવાનોથી જાેડાયેલ વિવિધ યોજનાઓ પર ચર્ચા કરી.તેમણે કહ્યું કે કેન્દ્રે બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખ્યું છે અને તમામના વિકાસની અપાર સંભાવનાઓ છે. ઠાકુરે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે તેણે જનતાથી ખોટું બોલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણી જીતી છે.તેમણે કહ્યું કે સરકાર નવાના ફકત બે મહીનામાં જ કોંગ્રેસે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની દેવુ કર્યું છે ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે ચુંટણી પહેલા કોંગ્રેસે રાજયની પ્રત્યેક મહિલાને ૧,૫૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ પાત્રતા માનદંડમાં પરિવર્તન કરી લાભાર્થીઓની સંખ્યામાં ભારે કમી કરી દીધી છે. અનુરાગ ઠાકુરે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા આગામી સામાન્ય ચુંટણી પહેલા સમગ્ર વિરોધ પક્ષને એક થવાના આહ્‌વાન પર પ્રતિક્રિયા વ્યકત કરતા કહ્યું કે આ રીતના પ્રયાસ પહેલા પણ નિષ્ફળ ગયા છે.તેમણે કહ્યું કે નતો વિરોધ પક્ષની વિચારધારા છે અને ન તો તેમની ઇચ્છા સ્પષ્ટ છે.ઠાકુરે કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં ભાજપ સતત ત્રીજીવાર જીતશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઇમાનદારીથી આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે નીતીશની પીડા તેમના નિવેદનથી સ્પષ્ટ જણાઇ આવે છે.બિહારમાં એકવાર ફરી ભ્રષ્ટ્રાચાર ગુંડારાડ અને જંગલ રાજની બોલબાલા છે અને જનતા પરેશાન છે આથી હારના ભયથી તે વિરોધ પક્ષોને એક કરવાના પ્રયાસમાં લાગ્યા છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *