Himachal Pradesh

હિમાચલમાં ફરી તબાહીની આશંકા ઃ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી

હિમાચલ-ઉતરાખંડ
ફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે અને વાહનો તણખલાની જેમ વહી ગયા છે. આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે, જેને જાેતા તમામ શાળા-કોલેજાે બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડની પણ આવી જ હાલત છે. અહીં દેહરાદૂનમાં આજે શાળા-કોલેજાે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલના નાહન વિધાનસભા ક્ષેત્રના કંદાઈવાલામાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. જેમાં એક ગૌશાળા સહિત ત્રણ પશુઓ તણાઈ ગયા હતા. વાદળ ફાટવાને કારણે પહાડો પરથી એટલું પાણી આવી ગયું કે કોઈને કંઈ સમજવાનો મોકો ન મળ્યો અને રસ્તામાં જે કંઈ આવ્યું તે બધું તણાઈ ગયું. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્ર લોકોની મદદ કરી રહ્યું છે. હિમાચલના મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ ગામો અને શહેરો ડૂબી ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાક ડૂબી ગયો છે, જ્યારે શહેરી વિસ્તારોની હાલત વધુ ખરાબ છે. રસ્તા પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે સમગ્ર મંડી જિલ્લો ત્રસ્ત છે. ક્યાંકથી વાદળ ફાટવાના અને ક્યાંકથી ભૂસ્ખલનના અહેવાલો સતત મળી રહ્યા છે. હિમાચલની રાજધાની શિમલામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવન અને વરસાદના કારણે તમામ વૃક્ષો વાહનો પર પડી ગયા હતા. લોકોએ દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. ગ્રાઉન્ડ ઝીરોથી મળેલા પ્રતિસાદ બાદ સીએમ સુખુએ આજે ??તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો ર્નિણય લીધો છે. ઉત્તરાખંડમાં પણ વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દેહરાદૂનમાં શાળાઓને ધોરણ ૧૨ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં પોલીસ પ્રશાસન અને જીડ્ઢઇહ્લ એલર્ટ મોડમાં છે. અનેક નદીઓ અને નાળાઓના કિનારે રહેતા પરિવારોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ૧૫ ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. દેહરાદૂનના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના માલદેવતા, શાંતિ વિહાર, સપેરા બસ્તી, તપોવન વિસ્તારોમાં રાત્રે અપીલ કરવામાં આવી હતી. દરમિયાન, દેહરાદૂનના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે. રાહત અને બચાવ ટીમ સતત લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે પર માયાપુરમાં પહાડ પરથી ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. ચમોલીના ડીએમ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે કાટમાળ નીચે વાહનો દટાઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિની ??માહિતી નથી. ૬ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું જેમાં હવામાન વિભાગે ૬ જિલ્લા જે જણાવીએ, દેહરાદૂન, પૌરી, ચંપાવત, ટિહરી, નૈનીતાલ, ઉધમસિંહનગર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે હરિદ્વાર સહિત કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હરિદ્વાર, ઉધમ સિંહ નગર, બાગેશ્વર, પિથોરાગઢમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે રોડ અને રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *