Jammu and Kashmir

જમ્મુના ડોડામાં જમીન ઘસી જવાને કારણે મકાનોમાં તિરાડો પડી

જમ્મુ
જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવી દુર્ઘટના બની છે. જમ્મુના ડોડામાં જમીન ધસી જવાને કારણે ૨૧ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. માહિતી મળતાં પહોંચેલા થાથરીના એસડીએમ આપત્તિથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ ગયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે. ડોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ અતહર અમીને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં જિલ્લામાં કેટલાંક ઘરોમાં તિરાડો પડી હતી. ગુરુવાર સુધીમાં, વધુ છ ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. તિરાડો વધી રહી છે. આ અંગે સરકારને જાણ કરવામાં આવી છે. જાેશીમઠનાં મકાનોમાં તિરાડો દેખાયા પછી લોકોએ આંદોલનની ચેતવણી આપી. આ પછી, વહીવટીતંત્રના એન્જિનિયરો અને અધિકારીઓની ૫ સભ્યોની ટીમે તિરાડોની તપાસ કરી. બાદમાં જાેશીમઠનાં ઘરોમાં તિરાડો વધતી રહી, જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી. લગભગ ૫૦૦ મકાનો અને ઈમારતોમાં તિરાડો દેખાતા ભય વધી ગયો. અસરગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ઝડપી કરવામાં આવી હતી. જાેશીમઠમાં મકાનોમાં તિરાડો દેખાયા બાદ હવે સ્થળાંતરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પરિસ્થિતિનો તાગ મેળવવા જાેશીમઠ પહોંચ્યા. આ દરમિયાન, ચમોલીના ડીએમ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે સમસ્યા માત્ર અમુક વિસ્તારોમાં જ છે. સીએમએ અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાના નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રની એક ટીમ જાેશીમઠમાં ઇમારતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવા સાંજે આવી. ટીમે તપાસ કરીને રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. ૪૭૮ મકાનો અને ૨ હોટલને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે, ઉત્તરાખંડ સરકારે જાેશીમઠને ત્રણ ઝોનમાં વહેંચવાનો ર્નિણય કર્યો. ૯ જાન્યુઆરી સુધી ૮૧ પરિવારો વિસ્થાપિત થયા હતા. સ્થાનિક લોકોના વિરોધ બાદ જાેશીમઠમાં બે હોટલનું ડિમોલિશન અટકાવવામાં આવ્યું હતું. હોટલ માલિકોએ કહ્યું કે અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ સાથે તેમણે વળતરની માંગ પણ ઉઠાવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

File-01-Photo-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *