શ્રીનગર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કાશ્મીરમાં નવ સ્થળોએ દરોડા પાડી રહી છે. દરોડા પાકિસ્તાનની વિવિધ કોલેજાેમાં સ્થાનિક લોકોને એમબીબીએસ સીટોની ફાળવણીના રેકેટ સાથે સંબંધિત છે. ઈડ્ઢની ટીમે હુર્રિયત નેતા કાઝી યાસિર અને જમ્મુ કાશ્મીર સાલ્વેશન મૂવમેન્ટના પ્રમુખ ઝફર ભટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ સાથે ગુરુવારે સવારે શ્રીનગરના બાગ-એ-મોહતાબ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર મુક્તિ આંદોલનના અધ્યક્ષ ઝફર ભટના ઘર પર દરોડો પાડ્યો હતો. અન્ય ટીમે અનંતનાગના કાઝી મોહલ્લા વિસ્તારમાં હુર્રિયત નેતા કાઝી યાસિરના ઘર પર દરોડો પાડ્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસના કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરે જુલાઈ ૨૦૨૦ માં કેસ નોંધ્યો હતો. પોલીસને ફરિયાદ મળી હતી કે ઘાટીમાં કેટલાક લોકો એમબીબીએસ અને અન્ય કોર્સની સીટો પાકિસ્તાનમાં વેચી રહ્યા છે. ઈડ્ઢએ કેસ નોંધ્યા બાદ ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી ઝફર ભટ અને દક્ષિણ કાશ્મીરના એક વકીલ સહિત ૯ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને લઈને તપાસ એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓ વડે જમ્મુ-કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે સમયાંતરે એક યા બીજું કામ કરતું રહે છે. જાે સૂત્રોનું માનીએ તો એમબીબીએસ સીટ એલોટમેન્ટ રેકેટ એ પાકિસ્તાનની વિચારેલી વ્યૂહરચના છે.