Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના રાજૌરીના ધાંગરીમાં પાલતું સશ્વાને આતંકવાદીઓથી બચાવ્યો ૩ પરિવારોનો જીવ

રાજૌરી
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં એક ઘર પર આતંકવાદી હુમલાની મિનિટો પહેલાં, તેના માલિકે પાળેલા કૂતરાના ભસવાથી પરિવાર સચેત થઈ ગયો હતો અને જેની મદદથી પડોશના ઓછામાં ઓછા ત્રણ પરિવારો વિખરાવાથી બચી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે અપર ધાંગરી ગામમાં ચાર ઘરો પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં લઘુમતી હિંદુ સમુદાયના ચાર લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા હતા. જાેકે, ર્નિમલ દેવીનો પરિવાર તેમના પાલતુ ‘માઇકલ’ને તેમનો જીવ બચાવવા બદલ આભાર આપી શકે છે. કૂતરાના અચાનક જાેર જાેરથી ભસવાથી ર્નિમલ દેવી અને તેમની પૌત્રી ચેતી ગયા હતા કે, જેઓ કંઈ ખોટું છે કે કેમ તે જાણવા બહાર ગયા. તેમણે એકે-૪૭ રાઇફલ્સનો અવાજ સાંભળ્યો કારણ કે કમ્પાઉન્ડમાં પ્રવેશેલા આતંકવાદીઓએ પરિવારને મારવા માટે ગોળીબાર શરુ કરી દીધો હતો. ર્નિમલ દેવીએ કહ્યું, “હું અને મારી પૌત્રી રસોડામાં હતા ત્યારે અમારો પાળતુ કૂતરો જાેરથી ભસવા લાગ્યો. મારી પૌત્રીએ મને કહ્યું કે જ્યાં સુધી કોઈ જાેખમ ન હોય ત્યાં સુધી માઈકલ ક્યારેય જાેરથી ભસતો નથી.” માઈકલ ર્નિમલ દેવીના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે હતો અને તેણે આતંકવાદીઓને પરિસરમાં ઘુસતા જાેતા પરિવાર પર તોળાઈ રહેલા જાેખમ વિશે તેણે જાેરજાેરથી ભસીને ચેતવણી આપવાનું શરું કર્યું. ર્નિમલ દેવીએ કહ્યું, “હું ચિંતિત થઈ અને તે રૂમ તરફ દોડી જ્યાં મારા પતિ સૂતા હતા. મેં રૂમને બહારથી બંધ કરી દીધો અને પછી મુખ્ય દરવાજાને તાળું મારવા દોડી.” તેણે કહ્યું કે આતંકવાદીઓએ માઈકલ પર ગોળીબાર કર્યો પણ તે બચી ગયો. જ્યાં તેને બાંધવામાં આવ્યો હતો તે જગ્યાએ ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. ર્નિમલ દેવીએ કહ્યું, “માઈકલ ભસવાનું બંધ કર્યા પછી, બે આતંકવાદીઓ એક રૂમમાં પ્રવેશ્યા, ટેલિવિઝન પર ફાયરિંગ કર્યું અને ભાગી ગયા.” ર્નિમલ દેવીએ કહ્યું કે માઈકલની સતર્કતાએ તેમના પરિવારને બચાવી લીધો. ઉલ્લેખનીય છે કે, રાજૌરીના ધાંગરી ગામમાં બે આતંકી હુમલામાં છ લોકોના મોત બાદ જિલ્લામાં સુરક્ષાકર્મીઓ હાઈ એલર્ટ પર છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *