Jammu and Kashmir

જમ્મુકાશ્મીરમાં લિથિયમ મળતા આવનારા સમયમાં ઈ-વાહન સેક્ટરને બૂસ્ટ મળી શકે

જમ્મુકાશ્મીર
ભારતના ઈતિહાસમાં પહેલી વાર જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. માઈન્સના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું છે કે, પહેલી વાર લિથિયમનો ભંડાર મળ્યો છે અને તે પણ જમ્મુ અને કાશ્મીરમાં. આ ભંડારમાં ૬૦ લાખ ટન હોવાની સંભાવના છે. ખજાનો કહેવાતા લિથિયમનો ભંડાર મળવાથી નવા યુગની શરુઆત માનવામાં આવે છે. જાે કે, આ અગાઉ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ૧૬૦૦ ટનનો લિથિયમ ભંડાર મળ્યો હતો, પણ તે કોઈ પણ કોમર્શિયલ ઉપયોગ માટે નહોતો. ઓસ્ટ્રેલિયા, ચિલી અને ચીન લિથિયમના ત્રણ સૌથા મોટા ઉત્પાદક અને નિર્યાતક છે. લિથિયમ એક એવી ધાતુ છે, જેને મોટી માત્રામાં મળવાથી દેશોનું ભાગ્ય બદલાઈ જાય છે. હવે ભારતમાં જ્યારે તેનો આટલો મોટો ભંડાર મળ્યો છે, આવનારા સમયમાં કેટલીય સમસ્યાઓ દૂર થઈ જશે. ભારતમાં લિથિયમ મળવાથી માનવામાં આવે છે કે, આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોના સેક્ટરને બૂસ્ટ મળી શકે છે. લિથિયમની બેટરીઓનો ઉપયોગ ઈવીમાં કરવામાં આવે છે અને પેટ્રોલ તથા ડીઝલ મોંઘા હોવાના કારણે કાર કંપનીઓ હાલના દિવસોમાં ઈવી કાર પર જાેર આપી રહ્યા છે. દેશ દુનિયાની તમામ મુખ્ય કાર કંપનીઓ નવી નવી ઈવી કાર લોન્ચ કરી રહી છે. અત્યાર સુધી ભારત લિથિયમના ઈમ્પોર્ટ માટે ઓસ્ટ્રેલિયા અને અર્જેટિંના પર ર્નિભર રહ્યું છે. રિચાર્જેબલ બેટરીમાં લિથિયમ એક મુખ્ય તત્વ છે, જે સ્માર્ટફોન અને લેપટોપની સાથે ઈલેક્ટ્રિક કાર જેવા કેટલાય ગેજેટ્‌સ માટે ખૂબ જ જરુરી છે. એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, આ શોધ ગ્લોબલ વોર્મિંગના નિવારણ માટે કાર્બન ઉત્સર્જનમાં કાપના પ્રયાસો અંતર્ગત ૨૦૩૦ સુધી પ્રાઈવેટ ઈલેક્ટ્રિક કારની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો કરવામાં ભારતની મદદ કરી શકશે. લિથિયમ વિશ્વ સ્તર પર સૌથી વધઆરે માગવાળું ખનીજ છે. તેની શોધ પહેલી વાર ૧૮૧૭માં જાેહાન ઓગસ્ટ અરફવેડસન દ્વારા કરવામાં આવી હતી. લિથિયમ શબ્દ ગ્રીકમાં લિથોસમાંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે પથ્થર. સૌથી ઓછા ધનત્વવાળી ધાતુ, લિથિયમ, પાણીની સાથે ઝડપી રિએક્ટ કરે છે અને પ્રકૃતિમાં ઝેરી હોય છે. લિથિયમ સ્વાભાવિક રીતે ગ્રહ પર નથી બન્યું. વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે, આ એક બ્રહ્માંડીય તત્વ છે, જે ચમકીલા તારાના વિસ્ફોટથી બને છે, જેને નોવા કહેવાય છે. નાસા દ્વારા ફંડેડ એક સ્ટડીમાંથી ખબર પડે છે કે, બિગ બૈંગે બ્રહ્માંડની શરુઆતમાં લિથિયમની એક નાની માત્રાનું નિર્માણ કર્યું હતું. મોટા ભાગના લિથિયમ પરમાણુ પ્રતિક્રિયાઓમાંથી નિર્મિત હોય છે, જે નોવા વિસ્ફોટને શક્તિ આપે છે.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *