Jammu and Kashmir

જમ્મુના આતંકવાદીઓ દ્વારા પેટ્રોલ પંપમાં બ્લાસ્ટ!… ULFએ જવાબદારી લીધી, પોલીસે કર્યો ઇનકાર

જમ્મુ
સોમવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર જાેરદાર બ્લાસ્ટ થયો હતો. જાણવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે, નજીકની ઓફિસ અને એટીએમના કાચ પણ તૂટી ગયા હતા. જાેકે, એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, ભૂગર્ભ વીજળી બોર્ડમાં શોર્ટ સર્કિટ બાદ આ વિસ્ફોટ થયો હતો. આ અંગે જિલ્લા પ્રશાસને કહ્યું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અધિકારીઓને શંકા છે કે, વરસાદી પાણી ભૂગર્ભ વીજળી બોર્ડમાં લીક થઈ શકે છે. જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને પછી બ્લાસ્ટ થયો હતો. જમ્મુના નરવાલમાં મંગળવારે સવારે થયેલા વિસ્ફોટની જવાબદારી ેંન્હ્લએ લીધી છે. ેંન્હ્લએ વિસ્ફોટની જવાબદારી લેતા પત્ર લખ્યો છે. જાેકે, પોલીસે હાલ આ નિવેદનનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તે જાણીતું છે કે, ેંન્હ્લ લશ્કરનું સાથી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તપાસમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા મળશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઓઇલ ટેન્કરમાં શોર્ટ સર્કિટ અને લીકેજને કારણે બ્લાસ્ટ થયો હતો. હાલમાં આતંકવાદીઓની સંડોવણીના કોઈ સંકેત નથી. અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ સવારે લગભગ ૧૦.૫૦ વાગ્યે થયો હતો. વિસ્ફોટ બાદ પેટ્રોલ પંપના ફ્લોરનો એક ભાગ તૂટી ગયો હતો. એટલું જ નહીં પેટ્રોલ પંપ પાસે આવેલી બેંકની આગળની ઓફિસ અને એટીએમને પણ નુકસાન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ પંપના માલિકે અમને જણાવ્યું કે, શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો. અમે એ પણ જાેયું છે કે, વિસ્ફોટ બાદ ઇલેક્ટ્રિક વાયર બળી ગયા હતા. સ્થળની તપાસ અને તપાસ માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. બીજી તરફ પેટ્રોલ પંપના કર્મચારીઓનું કહેવું છે કે, ઘટના સમયે પંપ પર કોઈ ગ્રાહક ન હતો. (ઁ્‌ૈં ઇનપુટ્‌સ સાથે)

File-01-Page-06-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *