શ્રીનગર
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) પાકિસ્તાની કમાન્ડરોના ઇશારે ઉપનામ હેઠળ કાર્યરત આતંકવાદી જૂથો દ્વારા રચવામાં આવેલા ગુનાહિત કાવતરાના કેસમાં મોટી કાર્યવાહી કરી રહી છે. દ્ગૈંછ શ્રીનગર, કુપવાડા, પુંછ અને રાજૌરી સહિત જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઇએનો દરોડો ૫ મેના રોજ રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના પાંચ જવાનો શહીદ થયાના દિવસો બાદથી પાડવામાં આવી રહ્યા છે. આ પહેલા ૨૦ એપ્રિલે પૂંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો જ્યારે તે પૂંચ જિલ્લાના ભીમ્બર ગલીથી સંગીતોત જઈ રહ્યું હતું.પીએફઆઇને લઈને આવા ઘણા દસ્તાવેજાે સામે આવી રહ્યા છે, જેમાં પીએફઆઇ પર આતંકવાદી સંગઠન તરીકે કામ કરવાના આરોપો સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડર એક્શન ટીમ , જેમાં પાકિસ્તાની સેનાના કમાન્ડો અને સુરક્ષાકર્મીઓનું શિરચ્છેદ કરવા માટે કુખ્યાત આતંકવાદીઓનો સમાવેશ થાય છે. તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાેવા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજૌરી અને પૂંચ સેક્ટરની આસપાસ પીઓકેમાં લંજાેટ, નિકલ, કોટલી અને ખુઇરટ્ટાથી આતંકવાદી ગતિવિધિઓની જાણ થઈ હતી. બીએટી ઓપરેશનમાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સેનાના સૈનિકો અને કમાન્ડો જેવા જૂથોમાં તાલીમ આપવામાં આવે છે. તેમને એલઓસી પર હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. બીએટી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ટીમો સાવચેત આયોજન સાથે પાછળથી પ્રહાર કરે છે. આ સિવાય તમિલનાડુમાં પણ ૧૦થી વધુ સ્થળો પર એનઆઇએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલ છે કે તપાસ એજન્સી પીએફઆઈ સાથે જાેડાયેલા કેટલાક લોકો અને નેતાઓના સ્થળો પર દરોડા પાડી રહી છે. આ દરોડો આ કેસમાં પહેલાથી જ નોંધાયેલી એફઆઈઆરની તપાસ દરમિયાન કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, આ પહેલા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીએફઆઇના વધુ ૧૦૬ સભ્યોની દેશભરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.