જમ્મુ
જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે તાજેતરમાં શહેરી સંપત્તિ ટેકસ લગાવવાની જાહેરાત કરી છે જે એક એપ્રિલથી લાગુ થશે.ભાજપને છોડી તમામ રાજનીતિક પક્ષોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.પ્રોપર્ટી ટેકસ સંબંધી જાહેરનામા અનુસાર આવાસીય સંપત્તિઓ માટે ટેકસના દર ટેકસેબલ એનુઅલ વેલ્યુ (ટીએવી)ના ૫૦ ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી માટે છ ટકા હશે.તેમાં નગર પાલિકાની જમીન,પુજા સ્થળો,શ્મશાન કબ્રસ્તાન ભારત સરકાર અને જમ્મુ કાશ્મીર સરકારના સ્વામિત્વ વાળી સંપત્તિઓને છુટ આપવામાં આવશે જયારે ૧૦૦૦ વર્ગ ફુટ સુધીના નિર્મિત ક્ષેત્રવાળા નાના ઘરોવાળા તમામ ગરીબ,કિનારા પર રહેનારા લોકોને જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા આ વર્ષ એપ્રિલથી લગાવવામાં આવનાર કોઇ પણ સંપત્તિ કરનું વળતર કરવાથી છુટ આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ બારએસોસિએશને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંપત્તિ કર લગાવવાના પ્રશાસનના નિર્ણયની વિરૂધ્ધ પ્રદર્શન કર્યું છે.જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ પ્રશાસને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંપત્તિ કર લગાવવાના જાહેરનામા અનુસાર આગામી નાણાંકીય વર્ષથી પ્રભાવિત થશે.બારના સભ્યોએ કહ્યું કે જન વિરોધી નિર્ણયની વિરૂધ્ધ જમ્મુ બાર એસોસિએશનના વકીલોએ અદાલતી કાર્યવાહીને પણ સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યું કે તે જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ કર લગાવવાનો સખ્ત વિરોધ કરીએ છીએ બાર સભ્યોનું કહેવુ છે કે જમ્મુ કાશ્મીરના લોકો પ્રશાસનની ખોટી નીતિઓના કારણે પહેલા જ નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યાં છે.તેમણે આરોપ લગાવ્યો કે ઉપ રાજયપાલ પ્રશાસન સતત જમ્મુ કાશ્મીરના લોકો પર હુમલો કરી રહ્યાં છે.તેમણે સંપત્તિ કર લગાવવાના નિર્ણયને તાકિદે પાછો લેવાની માંગ કરી હતી.