જમ્મુ
જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવી દુર્ઘટના બની છે. જમ્મુના ડોડામાં જમીન ધસી જવાને કારણે ૨૧ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. માહિતી મળતાં પહોંચેલા થાથરીના એસડીએમ આપત્તિથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ ગયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે.ડોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ અતહર અમીને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં જિલ્લામાં કેટલાંક ઘરોમાં તિરાડો પડી હતી. ગુરુવાર સુધીમાં, વધુ છ ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. તિરાડો વધી રહી છે. આ અંગે સરકારને જાણ કરવામાં આવી છે. ડિસેમ્બર ૨૭ઃ જાેશીમઠનાં મકાનોમાં તિરાડો દેખાયા પછી લોકોએ આંદોલનની ચેતવણી આપી. આ પછી, વહીવટીતંત્રના એન્જિનિયરો અને અધિકારીઓની ૫ સભ્યોની ટીમે તિરાડોની તપાસ કરી. બાદમાં જાેશીમઠનાં ઘરોમાં તિરાડો વધતી રહી, જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી. ૬ જાન્યુઆરીઃ લગભગ ૫૦૦ મકાનો અને ઈમારતોમાં તિરાડો દેખાતા ભય વધી ગયો. અસરગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ઝડપી કરવામાં આવી હતી. જાેશીમઠમાં મકાનોમાં તિરાડો દેખાયા બાદ હવે સ્થળાંતરનું કામ શરૂ કરવામાં આવ્યું છે.૭ જાન્યુઆરીઃ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પરિસ્થિતિનો તાગ મેળવવા જાેશીમઠ પહોંચ્યા. આ દરમિયાન, ચમોલીના ડીએમ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે સમસ્યા માત્ર અમુક વિસ્તારોમાં જ છે. સીએમએ અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાના નિર્દેશ આપ્યા હતા.૮ જાન્યુઆરીઃ વડાપ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં)એ જાેશીમઠમાં પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વહેલી તકે સલામત સ્થળે ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ મુદ્દે રાજ્યના સીએમ ધામી સાથે વાત કરી હતી. ૯ જાન્યુઆરીઃ કેન્દ્રની એક ટીમ જાેશીમઠમાં ઇમારતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવા સાંજે આવી. ટીમે તપાસ કરીને રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. ૪૭૮ મકાનો અને ૨ હોટલને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે, ઉત્તરાખંડ સરકારે જાેશીમઠને ત્રણ ઝોનમાં વહેંચવાનો ર્નિણય કર્યો. ૯ જાન્યુઆરી સુધી ૮૧ પરિવારો વિસ્થાપિત થયા હતા.૧૦ જાન્યુઆરીઃ સ્થાનિક લોકોના વિરોધ બાદ જાેશીમઠમાં બે હોટલનું ડિમોલિશન અટકાવવામાં આવ્યું હતું. હોટલ માલિકોએ કહ્યું કે અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ સાથે તેમણે વળતરની માંગ પણ ઉઠાવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ૧૧ જાન્યુઆરીઃ જાેશીમઠનાં ૭૨૩ ઘરોમાં તિરાડો દેખાવા લાગી. સીએમ ધામીએ જાેશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને ૧.૫ લાખ રૂપિયાની મદદ આપવાની વાત કહી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું તે ૫૦ હજાર રૂપિયા શિફ્ટિંગ માટે અને એક લાખ રૂપિયા એડવાન્સ વળતર તરીકે આપવામાં આવશે. ફાઈનલ વળતર શું હશે, તે પછીથી નક્કી કરવામાં આવશે. ૧૨ જાન્યુઆરીઃ જાેશીમઠમાં ૫૦થી વધુ ઘરોમાં તિરાડો જાેવા મળી, અગાઉ આ આંકડો ૭૨૩ હતો. લોકોએ કહ્યું કે વળતર નક્કી કર્યા વિના તેઓ તેમની મિલકત કેવી રીતે છોડી શકે. સીએમ ધામીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે સાંજ સુધીમાં અસરગ્રસ્તોના ખાતામાં ૧.૫ લાખ રૂપિયા પહોંચી જશે. નેશનલ હાઈવે ૭ પર મશીનો દ્વારા પર્વતોનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ સ્થળ જાેશીમઠથી ૩ કિમી દૂર છે. કન્સ્ટ્રક્શન કંપનીના જણાવ્યા અનુસાર તે અહીં રોડ પહોળો કરવાનું કામ કરી રહી છે. જાેશીમઠ તેના સ્થાનેથી વાર્ષિક અઢી ઇંચ સરકી રહ્યું છે, મકાનો તૂટી રહ્યાં છે, લોકો બેઘર બની રહ્યા છે. કારણ કે સરકારી પ્રોજેક્ટ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ૮ જાન્યુઆરીએ જાહેરાત- હાલમાં તમામ મોટા પ્રોજેક્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.
