Jammu and Kashmir

પુલવામામાં પોલીસે ૫-૬ કિલોનો IED જપ્ત કર્યો

શ્રીનગર
જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. એક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ૫-૬ કિલો ઇમ્પ્રુવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો મોટો જથ્થો મળી આવ્યો સાથે એક આતંકવાદીને મદદ કરનારની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે પુલવામા જિલ્લાના અરીગામના રહેવાસી ઈશ્ફાક અહમદ વાની તરીકે ઓળખાતા આતંકવાદીઓના સહયોગીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી પોલીસે લગભગ ૫-૬ કિલો આઇઇડી જપ્ત કર્યું છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્‌વીટ કરી આ ઘટનાની માહિતી આપી હતી. રાજૌરીના કાંડી જંગલ વિસ્તારમાં આતંકવાદી હુમલામાં પાંચ સૈનિકો કાર્યવાહીમાં શહીદ થયા હતા. આ ઘટનાના ટૂંક સમયમાં જ આ સર્ચ ઓપરેશન શૌ કરવામાં આવ્યું હતું. જેમાં આ ઇમ્પ્રુવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ મળી આવ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે રાજૌરીમાં ૨૫ પાયદળ ડિવિઝનના હેડક્વાર્ટરની મુલાકાત દરમિયાન ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીઓ અને નિયંત્રણ રેખા પરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *