Jammu and Kashmir

શ્રીનગર જઈ રહેલા કાયદા મંત્રીની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, માંડ માંડ બચ્યા કાયદા મંત્રી

શ્રીનગર
શ્રીનગર જઈ રહેલા કાયદા મંત્રી કિરેન રિજિજૂની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જાે કે, ઘટનામાં કિરણ રિજિજૂ માંડ માંડ બચ્યા છે. સારી વાત એ છે કે, કોઈને ઈજા થઈ નથી. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, કિરેન રિજિજૂ પોતાની બુલેટપ્ર્ફુ કારમાં સવાર થઈને બનિહાલ જઈ રહ્યા હતા, તે જ સમયે કાર ટ્રક સાથે અથડાઈ ગઈ. લેન બદલવામાં ભૂલ થતાં આ અકસ્માત થયો, જે ટ્‌ર્કે તેમની કારને ટક્કર મારી, તે એકદમ લોડેડ હતી. તો વળી હાલમાં જ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ એ સમયે માંડ માંડ બચ્યા હતા. જ્યારે તેમનું હેલીકોપ્ટર ખરાબ હવામાનના કારણે ઈટાનગરમાં એક નાના એવા મેદાનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. તે સમયે મંત્રી સાથે સાત લોકો સવાર હતા. એમઆઈ- ૧૭ હેલીકોપ્ટર ગુવાહાટીથી અરુણાચલ જઈ રહ્યું હતું. તો વળી જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેમણે આગળની કાર્યવાહી શરુ કરી દીધી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રીની કારને ટક્કર મારનારા ટ્રક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તો વળી ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ કિરેન રિજિજૂની ગાડી તરફ ભાગતા દેખાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓએ મંત્રીની ગાડીથી નીકળીને બીજી ગાડીમાં ળઈ ગયા.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *