જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફસાયેલી ગર્ભવતી મહિલાની ડિલિવરી વોટ્સએપની મદદથી કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, હિમવર્ષાના કારણે એરલિફ્ટની શક્યતા નહોતી, તેવામાં જમ્મુ અને કાશ્મીરના એક દૂરના વિસ્તારમાં પ્રસૂતિની સમસ્યાઓનો સામનો કરી રહેલી સગર્ભા મહિલાને ડોક્ટરોએ વોટ્સએપ કોલ દ્વારા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ક્રાલપોરાના મેડિકલ ઓફિસર ડૉ. મીર મોહમ્મદ શફીએ જણાવ્યું હતું કે, ‘શુક્રવારની રાત્રે અમને કેરન ઁૐઝ્ર (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે પ્રસૂતિની પીડા સાથેની એક દર્દી મળી હતી. તેને એક્લેમ્પસિયા, લાંબા સમય સુધી પ્રસવ અને એપિસીઓટોમી સાથે જટિલ ડિલિવરીનો ઇતિહાસ ધરાવતી હતી.’ દર્દીને પ્રસૂતિની સુવિધાવાળી હોસ્પિટલમાં લઈ જવા માટે હવાઈ માર્ગે લઈ જવાની જરૂર હતી. કારણ કે, શિયાળા દરમિયાન કેરન કુપવાડા જિલ્લાના અન્ય વિસ્તારોથી સંપર્કવિહિન થઈ જાય છે. ત્યારે ગુરુવાર અને શુક્રવારે સતત હિમવર્ષાને કારણે હવાઈ માર્ગે લઈ જવાની વ્યવસ્થા કરી શકાય તેમ નહોતી. તે દરમિયાન કેરન પીએચસીમાં ચિકિત્સા કર્મચારીઓને પ્રસૂતિમાં મદદ માટે વૈકલ્પિક રસ્તો શોધવા મજબૂર થવું પડ્યું હતું. ક્રાલપોરા ઉપ-જિલ્લા હોસ્પિટલના સ્ત્રીરોગચિકિત્સક ડૉ. પરવેઝે કેરન ઁૐઝ્ર ખાતે ડૉ. અરશદ સોફી અને તેમના પેરામેડિકલ સ્ટાફને વૉટ્સએપ કૉલ પર ડિલિવરીની પ્રક્રિયા સમજાવી હતી. ડો. શફીએ જણાવ્યુ હતુ કે, ‘દર્દીને સામાન્ય ડિલિવરી માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો અને છ કલાક પછી એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો હતો. હાલમાં બાળક અને માતા બંને ઓબ્ઝર્વેશન હેઠળ છે અને ઠીક છે.