જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મુસ્લિમોને લઈને મોટો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીરના મુસ્લિમો પણ હિંદુ છે. તેનો ધર્મ બદલાઈ ગયો. હિંદુ ધર્મ ઇસ્લામ પહેલા આવ્યો હતો, દરેક વ્યક્તિ આ ધર્મમાં જન્મ્યો છે. ડોડામાં એક કાર્યક્રમને સંબોધતા આઝાદે કહ્યું કે, ૧૫૦૦ વર્ષ પહેલા ઇસ્લામ ભારતમાં આવ્યો હતો. હિંદુ ધર્મ સૌથી જૂનો ધર્મ છે. આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સૌ લોકો કાશ્મીરી પંડિત હતા અને આજે તમામ મુસ્લમાન બની ગયા છે. કાશ્મીરમાં ઈસ્લામ ૬૦૦ વર્ષ પહેલા આવ્યા હતા. આ પહેલા તમામ હિન્દુ હતા. તેમણે કહ્યું રાજનીતિમાં ધર્મનો સહારો લે છે તે કમજાેર છે. અમારા હિન્દુ ભાઈ પુજા પાઠ કરે મુસ્લિમ ભાઈ નમાઝ પઠે.એમાં કોઈ શંકા નથી જાે કોઈ ધર્મના નામે ન્યાય વહેંચે તો તે સારી રાજનીતિ નથી. વિકાસનો કોઈ ધર્મ હોતો નથી. ગુલામ નબી આઝાદે કહ્યું કે હિંદુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે. મુઘલ સૈન્ય માત્ર ૧૦-૨૦ મુસ્લિમોને ભારતમાં લાવ્યા હતા બાકીના હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. તેનું ઉદાહરણ આપણા કાશ્મીરમાં છે. ૬૦૦ વર્ષ પહેલા કાશ્મીરમાં મુસ્લિમ કોણ હતું? બધા કાશ્મીરી પંડિત હતા. તેથી જ હું કહું છું કે દરેક વ્યક્તિ આ ધર્મમાં જન્મે છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે. આઝાદે કહ્યું કે, આ દરમિયાન તેમણે સંસદના એક મુદ્દાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મેં સંસદની અંદર ઘણા મુદ્દાઓ પર મારી વાત રાખી હતી, જે કદાચ તમારા સુધી ન પહોંચી હોય. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપના એક નેતાએ સંસદમાં બહારના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન મેં કહ્યું કે અહીં અંદર કે બહારથી કોઈ આવ્યું નથી. ઇસ્લામ સમગ્ર વિશ્વમાં ભારતમાં માત્ર ૧૫૦૦ વર્ષ પહેલાં આવ્યો હતો.
