Jammu and Kashmir

‘હર હર મહાદેવ’ના ગાન સાથે સારા ખાન અમરનાથનાં દર્શન માટે કાશ્મીરના પ્રવાસે

જમ્મુકાશ્મીર
વિકી કૌશલ સાથેની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેની રિલીઝ બાદ સારા અલી ખાન કાશ્મીરના પ્રવાસે ગઈ હતી અને ત્યાંથી સીધા અમરનાથનાં દર્શને ઈ હતી. સારાએ પોતાની આ યાત્રાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘હર હર મહાદેવ’ના ગાન સાથે ભગવાન અમરનાથનાં દર્શન માટે પગપાળાં જતાં જાેઈ શકાય છે. કેદારનાથ ફિલ્મમાં સારા અલી ખાનની સાથે સુશાંતસિંહ રાજપૂતનો લીડ રોલ હતો. આ ફિલ્મમાં સારાએ ડોલીમાં બેસીને ભગવાનનાં દર્શન કર્યા હતા. જ્યારે અમરનાથ ધામની રીયલ યાત્રામાં સારાએ પગપાળાં દર્શને જવાનું પસંદ કર્યું હતું. સારાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરાની સાથે અમરનાથ યાત્રાનો અનુભવ પણ જણાવ્યો છે. સારાએ હાથમાં લાકડી લઈને પગપાળા મુસાફરી કરી હતી. સુંદર પર્વતોની વચ્ચેથી સારાએ આ યાત્રા કરી હતી. આ વીડિયોમાં સારાએ જણાવ્યું હતું કે, અમારી અમરનાથ યાત્રા શરૂ થઈ છે. બહુ બધા યાત્રીઓ આવી ગયા છે. બહુ બધા લોકો અમરનાથની ગુફાએ પહોંચવાના છે, તો ચાલો આપણે પણ દર્શન કરીએ. સારાએ ચાલતા જતાં-જતાં અન્ય યાત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી. હર હર મહાદેવના નાદ સાથે સારાએ યાત્રા આગળ વધારી હતી. સારાએ કેપ્શનમાં ‘જય બરફાની બાબા’ લખ્યું હતું. બેકગ્રાઉન્ડમાં ‘કેદારનાથ’ ફિલ્મનું ગીત ‘નમો નમો જી શંકરા’ ચાલી રહ્યું હતું. સારાએ થોડા સમય અગાઉ અજમેરમાં દરગાહના અને તે પહેલાં ઉજ્જૈનમાં ભગવાન મહાકાલમાં પ્રાર્થના કરી હતી.

File-01-Page-18-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *