Jammu and Kashmir

કાતિલ ઠંડીમાં કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઈનસમાં પહોચ્યું , શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ

શ્રીનગર
કાશ્મીર ખીણમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. કાશ્મીર ખીણમાં સતત ત્રીજી રાત્રે તાપમાનનો પારો માઈનસ નીચે નોંધાયો હતો. મંગળવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -૬.૪°ઝ્ર નોંધાયું હતું. કાશ્મીરના અન્ય શહેર પહેલગામમાં લઘુત્તમ -૯.૨ °ઝ્ર, કુપવાડા -૬.૨°ઝ્ર, ગુલમર્ગ -૭.૫ °ઝ્ર, લેહમાં -૧૫.૨°ઝ્ર નોંધાયું હતું અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડી અને હિમવર્ષાના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોમાંથી લોકો હિજરત કરી રહ્યા છે. ઠંડીના કારણે સોનમર્ગમાં તળાવ થીજી ગયું હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *