શ્રીનગર
કાશ્મીર ખીણમાં આ વર્ષે ઓછી હિમવર્ષા થઈ છે. આ વખતે કાશ્મીરમાં છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા નોંધાઈ છે. શિયાળામાં સરેરાશ ૩૦ સેમી હિમવર્ષાની સરખામણીએ માત્ર ૧૮ સેમી જ બરફ પડ્યો છે. હિમવર્ષામાં લગભગ ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો. શ્રીનગરની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના ઉમર અહેમદનું કહેવું છે કે ઓછી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર ગરમી પડશે. શ્રીનગરમાં માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન ૪ ડિગ્રી વધીને ૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસનું કહેવું છે કે ઓછી હિમવર્ષાને કારણે સિંચાઈને સૌથી વધુ અસર થશે. કાશ્મીરમાં ચોખાના ૧,૩૪,૦૬૭ હેક્ટર વિસ્તારમાં ઉત્પાદનને અસર થશે. ૩,૩૮,૦૦૦ હેક્ટરના બાગાયત વિસ્તારને પણ અસર થવાની ધારણા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા બાજુ વાદળોની અવર-જવરના કારણે પારો વધતો નથી. ૧૮મી એપ્રિલથી હજુ એક વિક્ષેપ આવશે, પારો બહુ વધશે નહીં. કન્વર્ઝન જાેનઃ આ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પર છવાયેલો છે. પૂર્વી, પશ્ચિમી અને દક્ષિણ-પૂર્વી પવન ફુકાઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થોડો વરસાદ પડવાના કારણે પારો ગગડવાના અણસાર એન્ટિ સાઈક્લોનઃ આ ગુજરાત પર છવાયેલો છે, જેના લીધે મધ્યપ્રદેશ તરફ વાદળોની અવર-જવર થશે. પવન વધારે ગરમ નહીં હોય. રાજસ્થાનના અમુક વિસ્તારો પર આની અસર દેખાશે. પૂર્વીય ભાગો એટલે કે પ.બંગાળ, ઓડિશા, બિહાર સહિત આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવ શરૂ થઈ છે. રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી પહોંચ્યું છે.