Jammu and Kashmir

બુલડોઝર એક્શન પર ભડક્યા મેહબૂબા મુફ્તી ઃ ‘કાશ્મીરને અફઘાનિસ્તાન બનાવી દીધુ’

શ્રીનગર
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, બુલડોઝર વડે મકાનો તોડીને ભાજપે રાજ્યને અફઘાનિસ્તાનમાં ફેરવી દીધું છે. રાજ્યમાં ચાલી રહેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશને લઈને કેન્દ્ર પર નિશાન સાધતા મુફ્તીએ કહ્યું કે, બુલડોઝરના કારણે આજે કાશ્મીર તમને અફઘાનિસ્તાન જેવું દેખાશે. મુફ્તીએ એમ પણ કહ્યું કે ભાજપના શાસનમાં જમ્મુ-કાશ્મીરની આર્થિક સ્થિતિ બગડી છે. તેમણે કહ્યું કે, ‘જમ્મુ અને કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ હતું જ્યાં લોકો રસ્તા પર નહોતા સૂતા, જ્યાં લોકો મફત રાશન માટે લાઈનમાં નહોતા ઊભા રહેતા. પરંતુ જ્યારથી ભાજપ આવ્યું છે ત્યારથી ગરીબી રેખાથી ઉપર રહેનારા લોકો પણ ગરીબી રેખાની નીચે આવી ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ જમ્મુ-કાશ્મીરને ફિલિસ્તીન અને અફઘાનિસ્તાન જેવું બનાવવા માંગે છે. જમ્મુ અને કાશ્મીરની સરખામણી ફિલિસ્તીન અને અફઘાનિસ્તાન સાથે કરતા તેમણે કહ્યું કે, ફિલિસ્તીન હજુ પણ સારું છે. ઓછામાં ઓછા લોકો વાત કરે છે. જે રીતે લોકોના નાના ઘરો તોડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે કાશ્મીર અફઘાનિસ્તાન કરતા પણ ખરાબ થઈ રહ્યું છે. તેમણે પૂછ્યું કે નાના લોકોના ઘરોને બુલડોઝ કરવાનો શું અર્થ છે? પીડીપી નેતાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દાવો કરે છે કે, અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન ગરીબોના ઘરોને સ્પર્શ કરવામાં આવશે નહીં, પરંતુ તેમનો મેસેજ જમીન પર સાંભળવામાં નથી આવી રહ્યો. ૩ શેડના મકાનો પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરતા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપના ‘એક બંધારણ, એક કાયદો, એક પ્રધાન’ ના સૂત્રે ‘એક દેશ, એક ભાષા, એક ધર્મ’ માટે માર્ગ મોકળો કર્યો છે જ્યાં કોઈ બંધારણ નથી. તેમણે કહ્યું કે ભાજપ બહુમતીના જાેરે દરેક વસ્તુને હથિયાર બનાવી રહી છે અને બંધારણને બુલડોઝ કરી રહી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *