Jharkhand

ઝારખંડમાં એક હાથીના ડરથી રાંચીમાં કલમ ૧૪૪ લાગી, ૧૨ દિવસમાં ૧૬ લોકોને કચડી માર્યા

રાંચી
ઝારખંડમાં ગજરાજનો આતંક જાેવા મળ્યો છે. ટોળામાંથી વિખુટા પડેલા હાથીએ ૧૨ દિવસમાં ૧૬ લોકોના જીવ લીધા છે. નવો મામલો ઝારખંડની રાજધાની રાંચીનો છે. અહીં ટોળામાંથી વિખુટા પડેલા હાથીએ ૫ લોકોને કચડી નાખ્યા, જેમાંથી ૪ લોકોના મોત થયા છે. ૧ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેની સારવાર રિમ્સમાં ચાલી રહી છે. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૧૨ દિવસમાં હજારીબાગ, રામગઢ, ચતરા, લોહરગદા અને રાંચી જિલ્લામાં હાથીએ ૧૬ લોકોને કચડીને મારી નાખ્યા છે. ઝારખંડના લોહરદગા, હજારીબાગ, ગઢવા, લાતેહાર, ચાઈબાબા અને હવે રાંચીમાં હાથીઓનું તાંડવ જાેવા મળ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રાંચીના ઇટકી પ્રખંડમાં હાથીએ ૫ લોકોને કચડી નાખ્યા. તેમાં સુખવીર ઉરાંવ, ગોવિંદા ઉરાંવ, પુનિયા દેવી અને રાખવા દેવીનું મોત થઈ ગયું જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એતવા ઉરાંવની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજીતરફ હાથી દ્વારા ૪ લોકોને કચળી મારવાની ઘટના બાદ ગ્રામીણો ભેગા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે તંત્રએ પહેલાં રાંચીના ઇટકી વિસ્તારમાં હાથીના ટોળામાંથી વિખુટા પડેલો હાથી ફરવાની જાણકારી મળી છે. સંભવિત ખતરાને જાેતા રાંચી સડીઓએ ઇટકીમાં આગામી આદેશ સુધી કલમ ૧૪૪ લાગૂ કરી છે. લોકોને ઘરમાંથી બહાર અને સુમસામ જગ્યાએ જવાની મનાઈ કરવામાં આવી છે. આ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. બીજીતરફ ઘટનાસ્થળ પર લોકોની ભીડ તંત્રની મુશ્કેલી વધારી શકે છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે હાથીના આસપાસ જવું નહીં. તેને ભગાડવાનો પ્રયાસ ન કરો. તેનાથી હાથી વધુ ઉગ્ર થઈને નુકસાન પહોંચાડી શકે છે. લોહરદગામાં વન વિભાગના કર્મી કિશોર નંદકુમારે જણાવ્યુ કે મૃતકોના પરિવારજનોને વન વિભાગ તરફથી તત્કાલ ૨૫-૨૫ હજાર રૂપિયા આપવામાં આવશે. તમામ દસ્તાવેજીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારને ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *