Jharkhand

ઝારખંડ સરકાર પર અમિત શાહે પ્રહાર કરતા કહ્યું,”જાે નોકરી આપવી ન હોય તો ખુરશી ખાલી કરો, અમે આપીશું નોકરી”

રાંચિ
ઝારખંડમાં રાજકીય ગરમાવા વચ્ચે ફરી એક વાર ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ અહીં મુલાકાત લીધી હતી અને ચાઈબાસામાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે પ્રચારનો શંખનાદ કર્યો હતો. તેઓ ત્યાં પહોંચતા લોકોમાં ગજબનો ઉત્સાહ જાેવા મળ્યો હતો. ગૃહમંત્રી પહોંચવાની સાથે જ ભીડે જય શ્રી રામના નારા લગાવાનું શરુ કરી દીધું હતું. કાર્યક્રમમાં હાજર થયા બાદ ગૃહમંત્રીએ પોતાનું સંબોધન કરતા કહ્યું કે, જય જાેહાર, તમામ વીર આદિવાસી નેતાઓ અને આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સાદર નમન. આ મારુ સૌભાગ્યું છે કે, આજે હું અહીં ચાઈબાસામાં હાજર છું. અહીંના વીર જનજાતિય નેતાઓને મારા ગુજરાત સહિત સમગ્ર દેશને સન્માન આપે છે. તેમણે કહ્યું કે, આજે ઝારખંડમાં આદિવાસીઓની જમીન હડપી લેનારા એક્ટિવ છે અને હેમંત ભાઈ, આપે કોઈ જવાબદારી પુરી નથી કરી. પોતાની વોટબેન્કની રાજનીતિ માટે આપ જે કરી રહ્યા છો, તેના માટે આપને માફી નહીં મળે. અમે શિક્ષણ, રોડ, વિદ્યુત, દરેક ક્ષેત્રમાં કામ કર્યું હતું, પણ અમારી પછી આવેલી સરકારે ઝારખંડને તબાહ કરી નાખી. આ રાજ્યના મુખ્યમંત્રી તો આદિવાસી છે, પણ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે. આજે ઝારખંડમાં જનજાતિય મહિલાઓ સાથે જબરદસ્તીથી લગ્ન કરીને તેમની જમીન હડપવામાં આવી રહી છે. હેમંતજી વોટબેન્કની લાલચ જનજાતિય હિતોથી ઉપર હોઈ શકે નહીં. ઝારખંડની જનતા જાગી ચુકી છે અને હવે તે અન્યાય સહન નહીં કરે. અહીં યુવાનો અને માતાઓ-બહેનોને દગો આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાદ્યાન્ન, રોજગાર અને શિક્ષણના નામ પર દગો થઈ રહ્યો છે. જાે નોકરી આપવાની હિમ્મત નથી, તો ખુરશી ખાલી કરી દો…ભાજપ ઝારખંડમાં નોકરી આપવાનું કામ કરશે. અમે આદિવાસીના કલ્યાણ માટે બજેટને ૮૬ હજાર કરોડ રૂપિયા કર્યું છે અને ૧ કરોડ આદિવાસી ભાઈઓના ઘરમાં પાણીની વ્યવસ્થા કરી છે. હું ઝારખંડના લોકોને કહેવા માગુ છું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, આવનારા થોડા દિવસોમાં નક્સવાદ ખતમ થઈ જશે અને ઝારખંડમાં વિકાસના નવા રસ્તા ખુલશે.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *