Karnataka

કર્ણાટકમાં ગાયની તસ્કરીના મામલે ગૌ રક્ષકોએ માણસને ઢોર માર માર્યો હતો, મોત બાદ થયો મોટો હંગામો

કર્ણાટક
કર્ણાટકમાં ગાયની તસ્કરીના ડરથી ગૌ રક્ષકોએ એક વ્યક્તિને માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાટકના સથનુરમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેરના આરોપમાં તેના બે સાથીઓ પર હુમલો કરતી વખતે એક વ્યક્તિને ગૌ રક્ષકોએ કથિત રીતે માર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ઈદ્રેશ પાશા તરીકે થઈ છે, જ્યારે તેના બે સાથીઓની ઓળખ ઈરફાન અને સઈદ ઝહીર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, જ્યારે ત્રણેય પશુઓ લઈ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, આરોપી ગૌ રક્ષક પુનીત કેરેહલ્લી અને તેમની ટીમે ત્રણેયને ગેરકાયદેસર રીતે કતલ માટે લઈ જવાનો આરોપ લગાવીને રોક્યા. ગૌ-રક્ષકોએ કથિત રૂપે પીડિતોને માર માર્યો અને દુર્વ્યવહાર કર્યો, જ્યારે પીડિતો વારંવાર તેમને સમજાવી રહ્યા હતા, અને પશુઓની ખરીદી માટે કાપલીઓ બતાવી રહ્યા હતા. આરોપીઓએ ત્રણેય પાસેથી ૨ લાખ રૂપિયાની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૌ રક્ષકોનો વિરોધ કરી રહેલા ઈદ્રીશનો પીછો કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો, બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો. ઝહીર અને ઈરફાનને પકડીને સથાનુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કેરેહલ્લીની ફરિયાદ પર, ઝહીર અને તેના સહયોગીઓ વિરુદ્ધ ‘કર્ણાટક પ્રોહિબિશન ઓફ કાઉ સ્લોટર એન્ડ કેટલ પ્રિઝર્વેશન એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, કેટલ ટ્રાન્સપોર્ટ એક્ટ અને મોટર વ્હીકલ એક્ટ’ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ દરમિયાન પોલીસને ઈદ્રીસના મોતની ખબર પડી. ઇદ્રીશના સંબંધીઓએ શનિવારે ગાયના રક્ષકો સામે વિરોધ કર્યો હતો, અને તેમના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ થયું હતું. પરંતુ, પોલીસની દરમિયાનગીરી બાદ સ્થિતિ સામાન્ય બની હતી. પોલીસે કેરેહલ્લી અને અન્યો સામે હત્યા અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો માટે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *