Karnataka

કર્ણાટકમાં ભાજપ સરકારનું મોટું એલાન, વોક્કાલિગા અને પંચમસાલીને મળશે અનામત

કર્ણાટક
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારે લિંગાયત સમુદાયના પંચમસાલી અને વોક્કાલિગા સમુદાયને રીઝવવા માટે અનામત ક્વોટા વધારવાનો ર્નિણય લીધો છે. તેના માટે રાજ્ય કેબિનેટે અન્ય પછાત વર્ગની અલગ શ્રેણી બનાવવાનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં અત્યારે ૫૬ ટકા અનામત છે. વોક્કાલિગા અને પંચમસાલી લિંગાયત માટે ઓબીસી યાદીમાં ૨સી અને ૨ડી શ્રેણી બનાવાઇ છે. તેનાથી અત્યારે ૩એમાં સામેલ વોક્કાલિગા અને ૩મ્માં સામેલ પંચમસાલી લિંગાયત ૨સી અને ૨ડી શ્રેણીઓમાં સામેલ થશે. જાેકે સ્થાયી પછાત વર્ગ પંચના અંતિમ રિપોર્ટ સુધી આ શ્રેણીઓને કેટલી અનામત મળશે તે અંગે સ્પષ્ટતા નહીં થાય. સરકારી સૂત્રોનુસાર ઓછામાં ઓછા ૨થી ૩ ટકા સુધી અનામતમાં વધારો થઇ શકે છે. તે માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરીઓ માટે છે. બંને સમુદાયોનો રાજ્યમાં સારો પ્રભાવ છે અને તેઓ ચૂંટણીનાં પરિણામો નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દક્ષિણમાં વોક્કાલિગાનું બિનઅનામત ૫૦થી ૬૦ સીટો પર અને ઉત્તર, મધ્ય કર્ણાટકમાં ૧૦૦ સીટો પર લિંગાયતનો પ્રભાવ છે. ૨૦૧૮ની ચૂંટણીમાં રાજ્ય વિધાનસભાની ૨૨૪માંથી લગભગ અડધી સીટો આ બંને સમુદાયો પાસે હતી. લિંગાયત ત્રણ દાયકાથી ભાજપને સમર્થન આપે છે પરંતુ વોક્કાલિગા કોંગ્રેસ અને જેડીએસને સમર્થન આપે છે. ભાજપે એક જ દાવમાં પોતાની વોટબેન્ક મજબૂત કરવા ઉપરાંત વિપક્ષની ચિંતા પણ વધારી છે. રાજ્યમાં ભાજપની જનસંકલ્પ યાત્રા અંતર્ગત શુક્રવારે રેલીમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને જેડીએસને પરિવારવાદી અને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. ભાજપને સમર્થન આપીને ડબલ એન્જિન સરકાર ચૂંટવા માટે કહ્યું હતું.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *