Karnataka

કર્ણાટક કેબિનેટે કાૅંગ્રેસની પાંચ ગેરંટી પર મોહર લગાવી

કર્ણાટક
કર્ણાટક સરકારની કેબિનેટની શુક્રવારે (૨ જૂન) બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી દરમિયાન અને તે પહેલાં આપવામાં આવેલા તમામ પાંચ વચનો (૫ ગેરંટી) આ નાણાકીય વર્ષમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, આજે અમારી કેબિનેટની બેઠક હતી. તમામ ૫ વચનોની ઊંડી ચર્ચા કરી છે. અમે નક્કી કર્યું છે કે અમે ચાલુ નાણાકીય વર્ષમાં તમામ પાંચ ગેરંટીનો અમલ કરીશું.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, અમારા (કર્ણાટક) પ્રમુખ ડીકે શિવકુમાર અને મેં ગેરંટી કાર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા અને વચન આપ્યું હતું કે અમે તમામ વચનોનો અમલ કરીશું અને તે લોકો સુધી પહોંચે તેની ખાતરી કરીશું. અમે ગેરંટી કાર્ડનું પણ વિતરણ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું, “(લગભગ ૨૦૦ યુનિટ મફત વીજળીની ખાતરી)નો અમલ ૧ જુલાઈથી શરૂ થશે.” ૨૦૦ યુનિટ વીજળી મફત મળશે. જે ગ્રાહકોએ જુલાઈ સુધી બિલની ચુકવણી કરી નથી તેમણે ચૂકવવાનું રહેશે.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, અન્ના ભાગ્ય યોજના હેઠળ, ૧ જુલાઈથી તમામ બીપીએલ પરિવારો, અંત્યોદય કાર્ડ ધારકોને ૧૦ કિલો અનાજ મફત આપવામાં આવશે.” માસિક સહાય ૧૫ ઓગસ્ટથી શરૂ થશે.મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કેબિનેટે કોઈપણ જાતી કે ધર્મના ભેદભાવ વગર પાંચ ગેરંટીઓ લાગુ કરવાનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, શક્તિ યોજના હેઠળ, ૧ જૂનથી મહિલાઓ કર્ણાટકમાં એસી લક્ઝરી બસો અને જાહેર પરિવહન બસોમાં મફત મુસાફરી કરી શકશે.
દરેક ઘરને ૨૦૦ યુનિટ મફત વીજળી (ગૃહ જ્યોતિ યોજના)
દરેક પરિવારની મુખ્ય મહિલાને બે હજાર રૂપિયાની માસિક સહાય (ગૃહ લક્ષ્મી યોજના)
ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના દરેક સભ્યને દર મહિને ૧૦ કિલો મફત ચોખા (અન્ન ભાગ્ય યોજના)
બે વર્ષ માટે બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂ. ૩૦૦૦ અને ડિપ્લોમા ધારકોને (યુવા નિધિ યોજના) દર મહિને રૂ. ૧૫૦૦.
જાહેર બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા (શક્તિ યોજના)
રાજ્યની ૨૨૪ સભ્યોની વિધાનસભાની ૧૦ મેની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૩૫ બેઠકો જીતી હતી, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ૬૬ અને જનતા દળ (સેક્યુલર) ૧૯ બેઠકો જીતી હતી.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *