કર્ણાટક
રાહુલ ગાંધીને લઈને ભાજપના નેતાનું વિવાદીત અને અપમાનજનક નિવેદન સામે આવ્યું છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ નલિન કુમાર કતિલે સોમવારે પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા દરમિયાન જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે, રાહુલ ગાંધી એટલા માટે લગ્ન નથી કરતા, કેમ કે તેઓ બાળકો પેદા કરી શકતા નથી. આ અગાઉ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા લોકોને કોરોના વેક્સિન નહીં લગાવવા માટે બરાડા પાડતા હતા અને કહેતા હતા કે, વેક્સિન લગાવવાથી બાળકો નહીં થાય, પણ બંને નેતાએ પોતે તો વેક્સિન લગાવી લીધી હતી. નલિન કુમાર કતિલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કોંગ્રેસ સાંસદના લગ્ન નહીં કરવાનું કારણ જણાવ્યું હતું. તેમણે વિજય સંકલ્પ યાત્રામાં કહ્યું કે, રાહુલ ગાંધી જાણે છે કે, તેમને બાળકો થઈ શકશે નહીં, એટલા માટે લગ્ન કરવામાં કોઈ રસ લેતા નથી. તેમણે રાહુલ ગાંધી પર પોતાના દાવાના સાબિત કરવા માટે કર્ણાટક એમએલસી મંજૂનાથનો પણ હવાલો આપ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપના નેતાઓના ટાર્ગેટ પર છે. હાલના દિવસોમાં રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધોને લઈને સવાલો ઊભા કર્યા હતા, તે સમયે પણ તેમના પર જાેરદાર પ્રહારો કર્યા હતા. હાલમાં રાહુલ ગાંધી ઈંગ્લેન્ડના દસ દિવસના પ્રવાસે છે. અહીં તેમણે કેમ્બ્રિજ વિવિમાં સ્પીચ આપી. તેના પર પણ ભાજપ ઘેરાવ કરી રહી છે.
