Kerala

કેરલમાં શરાબ અને પેટ્રોલ ડીઝલ પર સામાજિક સુરક્ષા સેસ

કોચ્ચી
રોકડના સંકટનો સામનો કરી રહેલ કેરલ સરકારે વિધાનસભામાં પોતાનું બજેટ રજુ કર્યું છે. તેમાં પેટ્રોલ,ડીઝલ અને ભારતમાં નિર્મિત વિદેશી શરાબ પર સામાજિક સુરક્ષા ઉપકર સહિત ૨,૯૫૫ કરોડ રૂપિયાના વધારાના સંસાધન એકત્રિત કરવા માટે કર પ્રસ્તાવોની જાહેરાત કરી છે. નાણાંમંત્રી કે એન બાલગોપાલ દ્વારા રજુ બજેટ ભાષણ પ્રસ્તાવમાં એક મુખ્ય કર પ્રસ્તાવ પેટ્રોલ ડીઝલના વેચાણ પર બે રૂપિયા પ્રતિ લીટરના દરથી સામાજિક સુરક્ષા ઉપકર હતો નાણાં મંત્રીએ કહ્યું કે સામાન્ય વ્યક્તિને પ્રભાવિત કરનારા સરકારના આ પગલાથી સામાજિક સુરક્ષા કોષમાં ૭૫૦ કરોડ રૂપિયાના વધારાનું મહેસુલ આવવાની આશા છે. બજેટમાં આઇએમએફએલ પર કર વધારવાનો પ્રસ્તાવ છે.તેના પર પહેલા જ ૨૫૧ ટકા કરી લગાવવામાં આવ્યા છે.આ દેશમાં સૌથી વધુ છે.સરકાર આઇએમએફએલની પ્રત્યેક બોટલ માટે ૨૦ રૂપિયા અથવા ૪૦ રૂપિયાના દરથી સામાજિક સુરક્ષા ઉપકર લગાવી ૪૦૦ કરોડ રૂપિયાની વધારાની મહેસુલ એકત્રિત કરવાની પરિકલ્પના કરી રહી છે. આગામી વિઝિઝમ આંતરરાષ્ટ્રીય બંદરગાહની આસપાસ ઉભરતી વ્યવસાયિક ક્ષમતાના દોહન કરવા માટે બજેટના કેટલાક મુખ્ય આકર્ષણમાં એકત ૧,૦૦૦ કરોડ રૂપિયાનો ઔદ્યોગિક એકમ છે.બીજું આકર્ષણ રબર કિસાનો માટે ૬૦૦ કરોડ રૂપિયાના સમર્થન મૂલ્યની જાહેરાત છે ફુગાવો રોકવા માટે બજાર હસ્તક્ષેપ માટે ૨,૦૦૦ કરોડ રૂપિયા અને ધરેલુ ઉત્પાદન અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન કેરલ યોજના બજેટનું ત્રીજુ મુખ્ય આકર્ષણ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *