Kerala

કેરળના મલપ્પુરમમાં બોટ પલટી, ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા, પ્રધાનમંત્રીએ પરિજનોને ૨-૨ લાખના વળતરની જાહેરાત કરીે

મલપ્પુરમ
કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૧ મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં કેટલા લોકો બેઠા હતા તે અંગે હજુ જાણકારી મળી શકી નથી. સંખ્યા જાણવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. ઘટનાની જાણ થતા જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. આ બધા વચ્ચે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટના બાદ મધરાતે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી અને અધિકારીઓને ઘાયલોના સારા ઈલાજ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. મંત્રીએ મૃતદેહના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ કડક નિર્દેશ આપ્યા હતા. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને બચાવકાર્યના પ્રભાવી સમન્વય માટે આદેશ આપ્યો. સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે મલપ્પુરમમાં તાનુર નાવ દુર્ઘટનામાં લોકોના દુઃખદ મોતથી ઊંડુ દુઃખ થયું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્યને પ્રભાવી ઢબે કરવાના નિર્દેશ આપ્યા છે. જેની નિગરાણી કેબિનેટ મંત્રીઓ તરફથી થઈ રહી છે. તેમણે ટ્‌વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનામાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રત્યેક મૃતકના પરિજનોને ૨-૦૨ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિજનોને ઁસ્દ્ગઇહ્લ માંથી ૨ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ કેરળના મલપ્પુરમાં બોટ પલટવાની ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે કેરળના મલપ્પુરમમાં બોટ પલટવાની દુર્ઘટનામાં લોકોના દુઃખદ મોત ખુબ ચોંકાવનારા અને દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. હું જીવિત બચેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે,કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આ દુર્ધટના અંગે ઉડા શોકની લાગણી વ્યકત કરી હતી. મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર સાંજે લગભગ ૭ વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી ૧૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેરળના મંત્રી વી અબ્દુરહીમાને ૨૧ લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર, બોટ ખીચોખીચ ભરેલી હતી અને બોટમાં લાઈફ સેવિંગના સાધનો હાજર નહોતા. આ સ્થળ દરિયા કિનારે આવેલું છે. દુર્ઘટના થઈ ત્યારે બોટ કિનારાથી લગભગ ૩૦૦ મીટર દૂર હતી. મળતી માહિતી મુજબ, બોટમાં સવાર લોકો મલપ્પુરમના પરપ્પનંગડી અને તનુર વિસ્તારથી આવ્યા હતા. અહીં પેસેન્જર બોટને સાંજે ૫ વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ છે. પ્રવાસીઓને બચાવવા માટે સ્થાનિકો પાણીમાં ઊતર્યા હતા.લોકોએ દોરડા બાંધીને બોટને સીધી કરવાની કોશિશ કરી હતી જેથી કરીને તેને કિનારે લાવી શકાય. વિશાળ સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, જેની મદદથી ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. લોકો આ દુર્ઘટના માટે બોટના સંચાલકોને જવાબદાર માની રહ્યા છે. બીજી તરફ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ધારાસભ્ય પીકે કુન્હાલીકુટ્ટીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો હતા, જેના કારણે બોટ ડૂબી ગઈ.

File-02-Page-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *