Kerala

કેરળની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મમાં રજા

તિરુવનંતપુરમ
કેરળ સરકારે એક મહત્ત્વનો ર્નિણય કરતા જાહેરાત કરી હતી કે, હવેથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મની રજાઓ મંજૂર કરવામાં આવશે. આ પહેલા કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ વિદ્યાર્થિનીઓને માસિક ધર્મમાં રજા આપવાની વાત કરી હતી. બાદમાં કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુએ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માટે પણ આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, માસિક ધર્મ વખતે વિદ્યાર્થીઓને સહન કરવી પડતી શારીરિક અને માનસિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તમામ યુનિવર્સિટીઓ એ દિવસોમાં રજા આપવા જરૂરી પગલાં લેશે. કોચિન યુનિવર્સિટીનો ર્નિણય આવકાર્ય છે. કેરળમાં પહેલીવાર માસિક ધર્મની રજા આપવાની જાહેરાત કરી છે. એસએફઆઈનું નેતૃત્વ ધરાવતા યુનિયનના એક પ્રેઝન્ટેશન પછી કોચિન યુનિવર્સિટીએ આ ર્નિણય લીધો હતો. વિદ્યાર્થિનીઓ ઘણાં સમયથી માસિક ધર્મમાં રજાની માંગ કરતી હતી. ૧૧મી જાન્યુઆરીએ વિદ્યાર્થિનીઓને દરેક સેમેસ્ટરમાં બે ટકા હાજરીમાં છૂટ અપાઇ હતી. આર. બિંદુએ કહ્યું હતું કે, માસિક ધર્મનો ગાળો અનેક યુવતીઓ માટે ઇમોશનલ રોલર કોસ્ટર જેવો હોય છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *