Kerala

પ્રધાનમંત્રી મોદીની કેરળમાં પરંપરાગત વસ્ત્રોમાં અને ઢોલની થાપ સાથે સ્વાગત કર્યું

કેરળ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમવારે કેરલના કોચ્ચિમાં જાેરદાર સ્વાગત થયું હતું. કેરલના પરંપરાગત પોશાક કસાવુ મુંડુ પહેરીને પીએમ મોદીએ શરુમાં થોડી વાર તો પગપાળા ચાલ્યા અને રસ્તાની બંને સાઈડ ઊભેલા લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સમર્થકો સહિત હજારોની સંખ્યામાં લોકો આઈએનએસ ગરુડ નૌસૈનિક હવાઈ અડ્ડાના કાર્યક્રમ સ્થળ સુધી તેમના રોડ શોને લગભગ બે કિમી લાંબા માર્ગમાં બંને તરફ ઊભેલા હતા. તેમને પરંપરાગત રીતે ઢોલની થાપ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોચ્ચિમાં સાંજે પાંચ કલાક બાદ નૌસેના વાયુ સ્ટેશન પર ઉતર્યા હતા. જ્યાં તેમનું વિમાનતળ પર સ્વાગત થયું. કેરલના પરંપરાગત પોશાક કસાવુ મુંડુ પહેરીને પીએમ મોદીએ રોડ શોની શરુઆત પગપાળા ચાલીને કરી હતી.કેરલના વિવિધ ભાગમાંથી આવેલા લોકો પીએમ મોદીના સ્વાગત માટે કલાકો ઊભેલા રહ્યા હતા. તેઓ રોડની બંને સાઈડમાં ઊભા હતા. જેમણે પીએમ મોદી પર ફુલ વરસાવ્યા હતા. શરુઆતમાં પીએમ મોદી જ્યારે પગપાળા ચાલી રહ્યા હતા. ત્યારે એસપીજી કર્મી વાહનોમાં આગળ અને પાછળ હતા, જ્યાં અમુકે સુરક્ષા ઘેરાવ બનાવ્યો હતો. બાદમાં પીએમ મોદી એક એસયૂવી પર સવાર થયા. થોડી વાર તેઓ ગાડીના ફુટબોર્ડ પર ઊભા રહ્યા અને લોકોનું અભિવાદન જીલ્યું હતું. પીએમ મોદીના રોડ શો દરમ્યાન ઉત્સાહી ભાજપ કાર્યકર્તા અને સમર્થક પાર્ટીના ઝંડા લઈ, પાર્ટીની ટોપી પહેરી અને મોદીની તસ્વીરવાળા પોસ્ટર લઈ રોડની બંને સાઈડ લાઈનમાં ઊભા રહ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. અમુક લોકો ઢોલની થાપ સાથે તેમનું સ્વાગત કરી રહ્યા હતા.

File-01-Page-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *