Madhya Pradesh

દક્ષિણ આફ્રિકાથી આવેલાં ૧૨ ચિત્તા પહોંચતા સેનાના ૪ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ કુનો નેશનલ પાર્કમાં છોડયા

ભોપાલ
દક્ષિણ આફ્રિકાથી આવેલાં ૧૨ ચિત્તા કુનો પહોંચી ગયા છે. શનિવારે સવારે ખાસ વિમાન દ્વારા ગ્વાલિયર એરબેઝ લાવવામાં આવ્યાં. અહીંથી તેમને સેનાના ૪ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઇ જવામાં આવ્યાં. અહીં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ ચિત્તાને વાડમાં છોડયા હતાં શિવરાજ સિંહ ચૌહાણ સહિત ત્રણેય મંત્રી જિપમાંથી ચિત્તાની વાડનું નિરીક્ષણ કરી કર્યું હતું આ પ્રસંગે તેમણે વાઇલ્ડ લાઇફની જેકેટ અને કેપ પહેરી હતી અને સીએમ બે ચિત્તાને વાડમાં છોડયા હતાં બાકી ચિત્તાને કેન્દ્રિય વન મંત્રી અને અન્ય મહેમાનો વાડમાં છોડયા હતાં નોંધનીય છે કે, ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે કુનોમાં નામીબિયાથી ૮ ચિત્તા લાવવામાં આવ્યા હતાં, જે કુનોમાં સારી રીતે જીવી રહ્યા છે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ૮ ચિતાઓને છોડ્યા હતા.પીએમે લીવર ફેરવીને પાંજરાનો દરવાજાે ખોલ્યો હતો અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા હવે દક્ષિણ આફ્રિકાથી ૧૨ અન્ય ચિત્તા અહીં આવ્યા હતાં આ ચિત્તાને ત્યાં બનેલાં ૯ ક્વોરન્ટીન વાડમાં છોડવામાં આવ્યા હતાં આ ચિત્તા એક મહિના સુધી આ વાડમાં રહેશે, કેમ કે તેઓ ૭ મહિનાથી આફ્રિકામાં ક્વોરન્ટીન હતાં. તેમના આવ્યા પછી પાર્કમાં ચિત્તાની કુલ સંખ્યા ૨૦ થઈ જશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- આજે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા વધવા જઈ રહી છે. હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું, આ તેમનું વિઝન છે. કુનોમાં બાર ચિતાઓને સામેલ કરવામાં આવશે અને તેમની સંખ્યા વધીને ૨૦ થશે. અગાઉ આવેલા ચિત્તા સંપૂર્ણ સ્વસ્થ છે. દક્ષિણ આફ્રિકાના હિંડનબર્ગ પાર્કથી ૧૨ ચિત્તાને આ પ્રકારે એરબેઝ લાવવામાં આવ્યાં. જ્યાં તેમના બોક્સ ઇન્ડિયન એરફોર્સના ખાસ વિમાનમાં રાખવામાં આવ્યા. ચિત્તાઓને લઈને આવતુ વિમાન શનિવારે સવારે ૧૦ વાગે ગ્વાલિયર એરપોર્ટ પહોંચ્યું હતુ. ત્યારબાદ આ ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા સેનાના કાર્ગો હેલિકોપ્ટરમાં ં કુનો પહોંચ્યા હતાં. ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ૮ ચિતાઓને છોડ્યા હતા.પીએમે લીવર ફેરવીને પાંજરાનો દરવાજાે ખોલ્યો હતો અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. મધ્યપ્રદેશમાં પાલપુર કુનો નેશનલ પાર્ક વન્યજીવ પ્રેમીઓ માટે સૌથી નવા સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. કુનોમાં કરધાઈ, ખેર અને સલાઈની વિપુલતા સાથે આકર્ષક જંગલો છે અને વિશાળ ઘાસના મેદાનો છે. લગભગ ૩૫૦ ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર એક અભયારણ્ય તરીકે શરૂ થયો હતો અને તેનો આકાર એક પાંદડા જેવો હતો જેની વચ્ચે કુનો નદી વહે છે. આ નદી માત્ર જંગલમાં પાણીનો સતત પુરવઠો જાળવવામાં અને જંગલને સિંચાઈ કરવામાં મદદ કરે છે.કુનોમાં ૧૨ ચિત્તાઓનું પુનર્વસન થયું અને કુલ સંખ્યા ૨૦ થશે. અગાઉ જે ચિત્તા આવ્યા હતા તે હવે પરિસ્થિતિને સારી રીતે સ્વીકારી ચૂક્યા છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *