ઉજ્જૈન
મધ્ય પ્રદેશના ઉ્જજૈનમાં કુમાર વિશ્વાસ દ્વારા રામકથામાં વામપંથીઓ અને અભણ પર કરવામાં આવેલી ટિપ્પણીનો ભાજપે ભારે વિરોધ કર્યો છે. હકીકતમાં જાેઈએ તો, કુમાર વિશ્વાસે કથા દરમિયાન આરએસએસ અને ડાબેરીઓને અભણ કહ્યા હતા. તેમણે આ વાત બજેટ પર ટિપ્પણી કરતા કહી હતી. કુમાર વિશ્વાસની આ વાતને લઈને ભાજપે વિરોધ પ્રદર્શન કર્યા અને કાર્યક્રમના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. ઉજ્જૈન નગર નિગમના પૂર્વ અધ્યક્ષ સોનૂ ગહલોતે કહ્યું કે, કુમાર વિશ્વાસે આ પ્રકારની ટિપ્પણી માટે માફી માગવી જાેઈએ. જાે માફી નહીં માગે તો કાર્યક્રમ અટકાવી દેવામાં આવશે. હકીકતમાં જાેઈએ તો, વિક્રમોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૨૧થી ૨૩ સુધી રામકથાનું આયોજન કરાયું છે. જેમાં કુમાર વિશ્વાસ રામકથા સંભળાવી રહ્યા હતા. પૂર્વ નિગમ અધ્યક્ષ સોનૂ ગહલોતે કહ્યું કે, કુમાર વિશ્વાસે ૧૦૦ વર્ષ પહેલા બનેલા સંગઠન પર વિવાદીત ટિપ્પણી કરી છે. અમે તેનો ઘોર વિરોધ કરીશ અને ચેતવણી આપીએ છીએ કે, આ વાતને લઈને માફી માગે નહીંતર આજે અને કાલે થનારા કાર્યક્રમને રોકી દઈશું. સમગ્ર હિન્દુ સમાજમાં આ વાતને લઈને ઊંડો આક્રોશ છે.


