Madhya Pradesh

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધી ૩ ચિત્તાએ ગુમાવ્યા જીવ

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. આપસી લડાઈમાં ચિત્તાનું મોત થયું છે. દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલા બે ચિત્તાના મોત અત્યાર સુધી થઈ ચુક્યા છે. આ સિવાય છ વર્ષના ઉદયે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલાં કુનો નેશનલ પાર્કમાં બે ચિત્તાના મોત થયા હતા. તેમાંથી છ વર્ષના ઉદય ચિત્તાએ પાછલા મહિને અંતિમ શ્વાસ લીધા હતા. તો એક સાઉથ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલ માદા ચિત્તા સાશાનું પણ મોત થઈ ગયું છે. કુલ મળીને અત્યાર સુધી કુનો નેશનલ પાર્કમાં કુલ ત્રણ ચિત્તાના મોત થયા છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને બાડાથી બહાર ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારી છે. જૂનમાં ચોમાસાના વરસાદ પહેલાં તેને છોડી દેવામાં આવશે. નોંધનીય છે કે નામીબિયાથી ભારતમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. કુનો નેશનલ પાર્કના સૂત્રોએ જણાવ્યું હતું કે જૂનના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને સુરક્ષિત ઘેરામાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ વાઇલ્ડલાઇફ ઓથોરિટી ભારતમાં ૭૦ વર્ષ પહેલા લુપ્ત થઇ ગયેલી ચિત્તાઓને ફરીથી રજૂ કરવાના પ્રયાસોના ભાગરૂપે મધ્યપ્રદેશ કુનો નેશનલ પાર્કના ફ્રી-રોમિંગ વિસ્તારોમાં સુરક્ષિત ઘેરીમાંથી વધુ પાંચ ચિત્તાઓને મુક્ત કરવા માટે તૈયાર છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *