Madhya Pradesh

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

ભોપાલ
સંસદમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારે ટીકા કરી હતી.હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા તેમની માનસિક આયુ પર જ સવાલ ઉઠાવી દીધા છે.અહીં પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભારત જાેડો યાત્રામાં પણ ગયા હતાં હરિ ભજનને ઓટન લાગ્યા કપાસ.તેમને સમગ્ર દેશમાં કયાંય પણ વિકાસ સમૃધ્ધિ સમરસતા જાેવા મળી નહીં હું તો રાહુલ ગાંધીને સ્વયં સવાલ પુછવા માંગુ છું કે ભારત જાેડો યાત્રામાં ભારત છોડોનું કામ કરનારા જ તમારી આસપાસ કેમ હતાં દેશની વિરૂધ્ધ કામ કરનારા જ તમારી જમણી અને ડાબે કેમ ચાલી રહ્યાં હતાં યાત્રાને દેશને શું આપ્યું તે તો બતાવી દે શિવરાજસિંહ ચૌહાણે આગળ કહ્યું કે મને રાહુલજીની માનસિકત આયુ પર હંમેશા શંકા થાય છે.રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર જે વાતો અભિભાષણમાં કહેવામાં આવે છે તેના પર ચર્ચા થાય છે પરંતુ અભિભાષણ પર એક વાત પણ કરી નહીં અને ઉદ્યોગપતિઓની બાબતમાં બોલતા રહ્યાં અને આ વાત તે કરી રહ્યાં હતાં જે ખુદ જામીન પર છે.મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે જયારે તેમની સરકાર હતી ત્યારે તેમણે દેશને લુંટાવી દીધો દુનિયામાં ચારે તરફ તે સમયે ફકત કૌભાંડની ગુંજ હતી અને ભારતને કૌભાંડોનો દેશ બનાવી દેવામાં આવ્યો હતો જે પાર્ટી પગથી માથા સુધી કૌભાંડમાં ડુબેલી હોય તે બાકી મુદ્દા પર વાત પણ કેવી રીતે કરે

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *