Madhya Pradesh

મધ્યપ્રદેશમાં જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, ૬ લોકોના મોત નિપજયાં

મુરૈના
મધ્યપ્રદેશના મુરેનામાં શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના ૬ લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુરેનાના લેપાગાંવમાં રહેતા બંને પક્ષો વચ્ચે છેલ્લા સાતથી આઠ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં પણ આ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગોળી વાગવાથી એક તરફના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જમીન વિવાદમાં શરૂ થયેલી આ દુશ્મની ચાલી રહી હતી કે શુક્રવારે ફરી એકવાર બંને પક્ષો સામસામે આવી ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પહેલા બંને પક્ષે લાકડીઓ મારી હતી.આ દરમિયાન બંને પક્ષના લોકોએ દેશી બનાવટની પિસ્તોલથી એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બંને પક્ષના ચાર લોકોના મોત થયા છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આમાંથી ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.બંને પક્ષો સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને, આરોપીઓની શોધમાં તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ઝઘડો સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ગામમાં એક નાના પ્લોટને લઈને થયો હતો. વાસ્તવમાં બંને પક્ષો આ પ્લોટ પર પોતપોતાનો દાવો કરી રહ્યા છે. આ બાબતે વર્ષ ૨૦૧૪માં પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે પણ બંને પક્ષે ભારે લાઠીચાર્જ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારથી બીજાે પક્ષ તકની રાહ જાેઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે આ પક્ષે મોકો મળ્યો અને હુમલો કર્યો. આ દરમિયાન બીજી બાજુના લોકો પણ ભેગા થઈ ગયા અને બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું.મુરૈનીની સનસનાટીભરી ઘટના પર પોલીસે કહ્યું કે આ ભયાનક ઘટનાને પરસ્પર દુશ્મનાવટના કારણે અંજામ આપવામાં આવ્યો હતો. કેસની તપાસ ચાલી રહી છે. ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *