Madhya Pradesh

મધ્યપ્રદેશમાં ધારાસભ્યોની ખરીદ વેચાણનો ખેલ હવે સમાપ્ત થઇ જશે ઃ અરવિંદ કેજરીવાલ

ભોપાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મધ્યપ્રદેશની સત્તારૂઢ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ પર ટીપ્પણી કરતા કહ્યું કે પ્રદેશમાં ધારાસભ્યોને ખરીદ વેચાણનો ખેલ હવે ખતમ થઇ જશે કારણ કે આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભા ચુંટણી બાદ રાજયમાં આપની સરકાર બનશે એ યાદ રહે કે માર્ચ ૨૦૨૦માં કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ જવાથી તે સમયની કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર તુટી પડી હતી અને શિવરાજ ચૌહાણના નેતૃત્વમાં ૨૩ માર્ચ ૨૦૨૦ના રોજ ભાજપની સરકાર પ્રદેશમાં બની ગઇ હતી. અહીં ભેલના દશહરા મેદાનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોના સંમેલનને સંબોધીત કરતા કહ્યું કે કેજરીવાલે કહ્યું કે કેટલાક દિવસ પહેલા મધ્યપ્રદેશથી કેટલાક લોકો મને મળ્યા અને કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં સરકારો વેચી અને ખરીદી શકાય છે.આ મોટી સમસ્યા છે.તેમણે કહ્યું કે આજે મધ્યપ્રદેશનો દરેક નાગરિક પોતાની આપને નિરાશા અનુભવી રહ્યો છે.આપના સંયોજકે પક્ષ પલ્ટા પર ભાજપ અને કોંગ્રેસ પર ટીપ્પણી કરતા કહ્યું કે વિધાનસભા ચુંટણી ખતમ થતા જ એક પાર્ટી પોતાની લારી લઇ નિકળે છે કે ધારાસભ્યો લઇ લો અને એક પાર્ટી તે ધારાસભ્યોને ખરીદવા માટે તૈયાર બેઠી હોય છે. તેમણે પુરી વ્યવસ્થા,બંધારણ અને દેશના લોકતંત્રને બજાર બનાવી દીધુ છે અહીં ખુલ્લેઆમ ધારાસભ્યો વેચાય છે અને ખરીદાય છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના એક એક નાગરિક પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને હટાવવા માંગે છે ગત વખતે પણ હટાવી દીધા હતાં પરંતુ જનતાનું ચાલ્યું નહીં જનતા ભલે ગમે તેને મત આપે છે પરંતુ સરકાર તો ભાજપની જ બને છે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના એક એક મતદારો બેબસ થઇ ગયા છે કે તેઓ કયાં જાય લોકોને સમજમાં આવી રહ્યું નથી કે કેવી રીતે આ સરકારને બદલવામાં આવે. કેજરીવાલે કહ્યું કે ભલે કોંગ્રેસને મત આપો કે ભાજપને પરંતુ સરકાર તો મામા( શિવરાજ ચૌહાણ)ની જ બનશે પરંતુ આ વખતે મધ્યપ્રદેશમાં ઝાડુ ચાલશે અને હવે તેમનો ખેલ ખતમ થઇ ગયો છે.હવે મધ્યપ્રદેશમાં ધારાસભ્યોનેે ખરીદ વેચાણનું કામ ખતમ થઇ ગયું છે. આમ આદમી પાર્ટી મધ્યપ્રદેશમાં આવી ગઇ છે.તેમણે કહ્યું કે જે લોકો મામાને હટાવવા ઇચ્છે છે તો તમામ લોકો ઝાડુને મત આપે આજે સમગ્ર મધ્યપ્રદેશ પરિવર્તન ઇચ્છે છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *