ભોપાલ
ભોપાલ રેલવે મંડળમાં હબીબગંજ બાદ હવે વધુ એક રેલવે સ્ટેશનનું નામ બદલાવા જઈ રહ્યુ છે. હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે નર્મદાપુરમ રેલવે સ્ટેશન હશે. કેન્દ્ર સરકારની પરવાનગી બાદ પરિવહન વિભાગે રાજપત્રમાં આની સૂચના જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છેકે અગાઉ રાજ્ય સરકાર હોશંગાબાદ વિભાગ અને જિલ્લાનું નામ બદલીને નર્મદાપુરમ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છેકે ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને વર્ષ ૨૦૨૧માં રાણી કમલાપતિ સ્ટેશન કરવામાં આવી ચૂક્યુ છે. ૧૫ નવેમ્બર ૨૦૨૧એ આદિવાસી ગૌરવ દિવસના અવસરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલ આવ્યા હતા, ત્યારે તેમણે વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ નવા ક્લેવરમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું રાણી કમલાપતિ સ્ટેશન તરીકે લોકાર્પણ કર્યુ હતુ. ગયા વર્ષે નર્મદા જયંતી નિમિત્તે ૮ ફેબ્રુઆરીએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે હોશંગાબાદ શહેરનું નામ બદલીને નર્મદાપુરમ કરવાની જાહેરાત કરી. જે બાદ કેન્દ્ર તરફથી આ બાબતનું નોટિફિકેશન જારી થયા બાદ આની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ હતી. જાેકે ત્યારે રેલવે સ્ટેશનનું નામ બદલાયુ નહોતુ.
