Madhya Pradesh

૨૦૨૪માં ભાજપને હરાવવા કોંગ્રેસ આગળ આવે અને વિપક્ષને એકજૂટ કરવા પ્રયાસ કરે ઃ નીતીશકુમાર

પટણા
દેશમાં આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત જાેડો યાત્રા બાદ હવે કોંગ્રેસ આગળ આવે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ શરૂ કરે. તેમાં વિલંબ ના કરે. પટણામાં આયોજિત સીપીઆઈ-એમએલના રાષ્ટ્રીય કન્વેન્શનમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પીએમ પદ અંગે કહ્યું કે નેતૃત્વ અંગે મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી. અમે તો ફક્ત પરિવર્તન ઈચ્છીએ છીએ. જે બધા નક્કી કરશે તે જ થશે. નીતીશે કહ્યું કે હવે કોંગ્રેસ આગળ આવીને ર્નિણય કરે અને વિપક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ કરે. નીતીશ કુમારે કહ્યું કે અમે તો રાહ જાેઈ રહ્યા છીએ. દિલ્હી જઈને સોનિયા-રાહુલ સાથે મુલાકાત પણ કરી હતી. સલમાન ખુરશીદે કહ્યું કે તમારા માધ્યમથી કોંગ્રેસના નેતૃત્વને અપીલ કરી છે કે બધા એકજૂટ થશે તો ભાજપ ૧૦૦ સીટની નીચે સમેટાઈ જશે. બિહારમાં વિપક્ષી દળ એકજૂટ થઈને કામ કરી રહ્યા છે. જ્યારે નીતીશ કુમારે કહ્યું કે આજે આઝાદીની લડાઈનો ઈતિહાસ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમામ ધર્મ અને જાતિના લોકોને સાથે લઈને ચાલવું પડશે. આ દરમિયાન નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવે પણ કહ્યું કે કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને ડ્રાઈવિંગ સીટ પર આગળ આવવા દેવાની જરૂર છે. જ્યાં ભાજપ સાથે સીધો મુકાબલો હોય ત્યાં કોંગ્રેસ તેનો સામનો કરે. કોંગ્રેસે હવે જરાય વિલંબ ન કરવો જાેઈએ.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *