મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના મોરેનામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ??થવાને કારણે ૫ મજૂરોના મોત થયા છે. ઘટના બાદ પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પાંચેય મૃતક મજૂરોના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ડઝનેક કામદારો બેહોશ થઈ ગયા હતા. આ મજૂરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ આમાંથી પાંચ મજૂરોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બાકીના મજૂરોની હાલત જાેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. મોરેનાના કલેક્ટર અંકિત અસ્થાનાએ જણાવ્યું હતું કે આ ઘટના ધાનેલી રોડ પર આવેલી સાક્ષી ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં બની હતી. તેમણે જણાવ્યું કે બુધવારે સવારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ??થવા લાગ્યો હતો. આ ગેસના સંપર્કમાં આવતા પાંચ મજૂરોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ પ્રશાસન અને પોલીસ અધિકારીઓ સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ફેક્ટરીમાં ડઝનેક મજૂરો કામ કરે છે. બુધવારે સવારે રાબેતા મુજબ કારખાનામાં કામ ચાલુ જ હતું ત્યારે આ ઘટના બની હતી. હાલમાં, માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ફેક્ટરી અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ સાથે લીકેજને રોકવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પાંચેય મૃતક મજૂરોના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ લીકેજ કેમ અને કેવી રીતે થયું તે જાણવા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પ્રયાસ કરી રહી છે. મૃતકના પરિજનોએ હોબાળો શરૂ કરી દીધો છે. મૃતકના પરિજનોએ આ અંગે ફેક્ટરી માલિક સામે ગુનો દાખલ કરવા અને તમામ મૃતકોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.