Madhya Pradesh

કોંગ્રેસ નેતા કમલનાથનો મોબાઈલ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યો

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથનો મોબાઈલ ફોન હેક કરવામાં આવ્યો હતો. હેકર્સે તેમનો મોબાઈલ હેક કર્યો અને તેના નંબર પરથી કોંગ્રેસના કેટલાક નેતાઓને ફોન કર્યા. કોલ પર, આ હેકર્સે અન્ય નેતાઓ પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવી છે. તેણે કાર્યવાહી કરતા બે હેકરોને પકડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને હેકર્સ ગુજરાતના છે. મળતી માહિતી મુજબ, આ હેકર્સ દ્વારા કમલનાથનો મોબાઈલ નંબર હેક કરવામાં આવ્યો હતો. આ પછી તેણે ગોવિંદ ગોયલ, ધારાસભ્ય સતીશ સિરકરવાર, ઈન્દોર જિલ્લા અધ્યક્ષ અને ખજાનચી અશોક સિંહ સહિત કોંગ્રેસના મોટા નેતાઓને ફોન કર્યા હતા. હેકર્સે કમલનાથના નામ પર આ નેતાઓ પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની માંગણી કરી છે. જ્યારે નેતાઓને શંકા ગઈ તો તેઓએ અન્ય નંબરો પર કમલનાથનો સંપર્ક કર્યો હતો. જ્યારે આ નેતાઓએ પૈસાની માંગણીની પુષ્ટિ કરી ત્યારે જાણવા મળ્યું કે તે હેકર્સનું કામ હતું. કમલનાથે આવી કોઈ માંગ કરી નથી. તેની માહિતી ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી. જે બાદ તેમને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. હેકર્સને પકડવા માટે ગોવિંદ ગોયલના બંગલે પૈસા આપવાના નામે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે બંને હેકર્સ પૈસા લેવા તેમના બંગલે પહોંચ્યા ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા. બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. જે બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં માહિતી સામે આવી છે કે આ બંને હેકર્સ ગુજરાતના રહેવાસી છે અને થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મધ્યપ્રદેશ કોંગ્રેસના એક મજબૂત નેતા છે જે છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી બાદ મુખ્યમંત્રી બન્યા હતા. જાે કે, બાદમાં તેમની સરકાર પડી, ત્યારબાદ ભાજપે ફરી સત્તા મેળવી.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *