Madhya Pradesh

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ વિરુદ્ધ જીઝ્ર-જી્‌ એક્ટમાં નોંધાઈ ફરિયાદ

ભોપાલ-મધ્યપ્રદેશ
છતરપુરના બહુચર્ચિત બાગેશ્વર ધઆમના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. તેના પર દલિતો સાથે મારપીટ કરવા અને પિસ્તોલ બતાવવાના આરોપ લાગ્યા છે. પોલીસે શાલિગ્રામ વિરુદ્ધ એસસી-એસટી સહિત કેટલીય ગંભીર ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ છતરપુર જિલ્લાના ગઢા ગામમાં ૧૧ ફેબ્રુઆરીએ એક લગ્ન પ્રસંગમાં ઘુસી જઈને હોબાળો મચાવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રમા ગર્ગ વિરુદ્ધ આઈપીસીની કલમ ૨૯૪,૩૨૩,૫૦૬, ૪૨૭ અને એસસી-એસટી અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. આરોપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ શાલિગ્રામના હાથમાં એક દેશી પિસ્તોલ અને મોમાં સિગારેટ છે. આ વીડિયોમાં દલિતો સાથે મારપીટ કરતો દેખાઈ રહ્યો છે. બમીઠા પોલીસે દલિત છોકરીના પિતાની ફરિયાદ પર ૨૦ ફેબ્રુઆરીએ સાંજે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. આરોપીની ધરપકડના પ્રયાસ થઈ રહ્યા છે. આરોપ છે કે, શાલિગ્રામે દલિતોને ગાળો આપી. આ વીડિયોની તપાસ એસપીએ ટીમને સોંપી દીધી છે. હાલમાં આ મામલો ખૂબ ચગ્યો છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *