Madhya Pradesh

મધ્યપ્રદેશથી દિલ્હી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્‌ઘાટન

ભોપાલ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ હાઈટેક કમલાપતિ રેલવે સ્ટેશન પર પીએમ મોદીએ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે, જે રાજ્યના લોકોને અનેક સુવિધાઓ આપશે અને રાજ્યના વિકાસનું માધ્યમ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય રેલવે દેશના નાના શિલ્પકારો અને કારીગરોના કામને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવાનું માધ્યમ બની રહ્યું છે. હવે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઘણી જગ્યાએ ૬૦૦ આઉટલેટ્‌સ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી લગભગ ૧ લાખ લોકોએ ખરીદી કરી ચૂક્યા છે. આજે દેશમાં ઘણા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશના ૬૦૦૦ સ્ટેશનો પર ઉૈ-હ્લૈ લગાવવામાં આવ્યા છે. તો ૯૦૦થી વધુ સ્ટેશનો પર સીસીટીવી લાગી ચૂક્યા છે. વંદે ભારત એક્સપ્રેસ તો આખા દેશમાં આપણી યુવા પેઢીમાં સુપરહિટ બની ચૂકી છે. આખા વર્ષ દરમિયાન આ ટ્રેનોની સીટો ફુલ જઈ રહી છે. દેશના દરેક ખૂણેથી આ ટ્રેનને ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, પહેલા સાંસદો કહેતા હતા કે ફલાણી ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ આજે મને ગર્વ થાય છે, જ્યારે સાંસદો માંગ કરી રહ્યા છે કે અમારે ત્યાં પણ વંદે ભારત ટ્રેનને વહેલી તકે ચાલુ કરવામાં આવે. રેલવે મુસાફરોની સુવિધા વધારવાનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. પીએમે કહ્યું કે, દેશના બજેટમાં રેલવે માટે રેકોર્ડ રકમ ફાળવવામાં આવી છે. પહેલા સંસદમાં રેલવેના વિકાસની વાત થતાં જ ખોટની વાતો થતી હતી, પરંતુ જાે વિકાસની ઈચ્છાશક્તિ હોય અને નિયત સાફ હોય તો નવા રસ્તા નીકળે છે. પીએમ મોદીએ કહ્યું કે, દર વર્ષે રેલવેના બજેટને હંમેશા વધારવામાં આવ્યું છે. હવે સ્ઁનું રેલવે બજેટ ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે ૨૦૧૪ પહેલા માત્ર ૬૦૦ કરોડ રૂપિયાનું રેલવે બજેટ હતું. ઁસ્ એ કહ્યું કે આજે રેલવેમાં કેવી રીતે આધુનિકરણ થઈ રહ્યું છે તેનું એક ઉદાહરણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ છે. દેશના એક યા બીજા ભાગમાં રેલ નેટવર્કનું ૧૦૦% વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે, આ ૧૧ રાજ્યોમાં મધ્યપ્રદેશ પણ સામેલ છે. વર્ષ ૨૦૧૪ પહેલા ૬૦૦ કિલોમીટરનું વિદ્યુતીકરણ થતું હતું, હવે ૬૦૦૦ કિલોમીટરનું વિદ્યુતીકરણ થઈ રહ્યું છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *