મુંબઇ
રાજયસભા સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે અસલી શિવસેના તે છે જેનું નેતૃત્વ ઉદ્વવ ઠાકરે કરી રહ્યાં છે.તેમણે ચુંટણી પંચથી પાર્ટીને ન્યાય મળવાની આશા પણ વ્યકત કરી છે. શિવસેનાના બે જુથો પર પોત પોતાના ે દાવો રજુ કર્યો છે જેની સુનાવણી ચુંટણી પંચ કરી રહી રહ્યું છે.બંન્ને જુથો ખુદને શિવસેના માનવાની ચુંટણી પંચ પાસે માંગ કરી રહ્યાં છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જાે કે હવે સ્વાયત્ત સંસ્થાનોમાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા જાેવામાં આવી રહી નથી આમ છતાં પણ તેમને ચુંટણી પંચ પર વિશ્વાસ છે.રાઉતે કહ્યું કે શિવસેના ફકત એક જ છે જેની સ્થાપના બાલાસાહેબ ઠાકરેએ કરી હતી અને જેનું નેતૃત્વ ઉદ્વવ ઠાકરે કરી રહ્યાં છે પુરી શિવસેના તેમની સાથે છે. તેમણે કહ્યું કે જયારે શિવસેનાનું ચુંટણી પ્રતિક પર જીત હાંસલ કરનારા નેતા પાર્ટી છોડી ચુકયા હોય તો તેને તુટ કહી શકાય નહીં તેમણે કહ્યું કે તે હારી જશે રાઉતે કહ્યું કે અમને ચુંટણી પંચ પર વિશ્વાસ છે કે જે એક સ્વાયત અને સ્વતંત્ર એકમ છે.અમારી પાસે ટી એન શેષન ( પૂર્વ મુખ્ય ચુંટણી કમિશ્નર)નું એક ઉદાહરણ છે.જાે કે હાલ આ સંસ્થાનોમાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા જાેવા મળી રહી નથી આ સંસ્થાનોમાં લોકોની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવે છે.અમને આશા છે કે અમને ન્યાય મળશે અને ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને ન્યાય મળશે. મૂળ શિવસેનાના ૫૬ ધારાસભ્યોમાંથી ૩૯ ધારાસભ્યો અને મહારાષ્ટ્રના ૧૮ લોકસભાના સાંસદોમાંથી ૧૩ સભ્યોએ શિંદે જુથમાં સામેલ થઇ ગયા છે.
