Maharashtra

એમસીએક્સ પર બુલિયન ઓપ્શન્સમાં ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું

સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચઃ કોટન-ખાંડીમાં રૂ.440નો ઘટાડોઃ ક્રૂડ તેલના વાયદાના ભાવમાં
સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલ પણ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12,409 કરોડ અને ઓપ્શન્સમાં

રૂ. 20154.7 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,83,843 સોદાઓમાં કુલ રૂ.32,597.42 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,409.29 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20154.7
કરોડનો હતો.
દરમિયાન, ગુરૂવાર, 23 માર્ચના પૂરા સત્રમાં બુલિયન ઓપ્શન્સમાં રૂ.12,663 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર
જોવા મળ્યું હતું. સોનાનો 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં રૂ.11,228 કરોડનાં ઉચ્ચતમ કામકાજ થયાં હતાં અને
આ સાથે જ સોનાના 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 9.9 મે.ટનનો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો.
શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,02,165 સોદાઓમાં
રૂ.8,163.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની
શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,883 અને નીચામાં રૂ.59,258
ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.102 વધી રૂ.59,667ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ
કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.357 વધી રૂ.47,431 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.48 વધી રૂ.5,868ના
ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160 વધી રૂ.59,596ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,093ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.70,866 અને નીચામાં રૂ.69,911 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.293 વધી રૂ.70,505 ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.335 વધી રૂ.70,457 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.337 વધી રૂ.70,463 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 16,520 સોદાઓમાં રૂ.2,280.82 કરોડના વેપાર થયા હતા.
તાંબુ માર્ચ વાયદો રૂ.785.70ના ભાવે ખૂલી, રૂ.2.50 ઘટી રૂ.780.95 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.20
ઘટી રૂ.203.65 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.25
ઘટી રૂ.254ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી
રૂ.204 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.180.85 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.95 ઘટી રૂ.253.95 બોલાઈ
રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 56,338 સોદાઓમાં રૂ.1,934.81 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,755ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,812
અને નીચામાં રૂ.5,537 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.233 ઘટી રૂ.5,557 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.229 ઘટી રૂ.5,563 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1

એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.2.80 વધી રૂ.181.40 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.6
વધી 195 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.29.99 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,100 અને નીચામાં
રૂ.60,840 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.440 ઘટી રૂ.60,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9 ઘટી રૂ.983.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,777.53 કરોડનાં
8,004.282 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,386.14 કરોડનાં 480.679 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,154.92 કરોડનાં 20,41,310 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.779.89 કરોડનાં 4,18,18,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.409.96 કરોડનાં 19,932 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.56.89 કરોડનાં 3,123 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,354.19 કરોડનાં 17,368
ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.459.78 કરોડનાં 17,892 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.21 કરોડનાં 1,344 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.21.78 કરોડનાં 216.72
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 24,249.423 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 759.946 ટન, તાંબાના વાયદાઓમાં 14,750 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,527 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,860 ટન તથા જસત અને જસત-મિનીમાં
20,637 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,99,860 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,52,62,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,864 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 366.84 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.33.43 કરોડનાં 413 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 548 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 16,154
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,285 અને નીચામાં 16,112 બોલાઈ, 173 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 43 પોઈન્ટ વધી
16,221 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 20154.7 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 6521.57 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 459.21 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 11157.87 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
2015.45 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 438.74 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.254ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.273 અને નીચામાં રૂ.171 ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.81.40 ઘટી રૂ.179.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.05 ખૂલી, ઉપરમાં રૂ.4.60 અને નીચામાં રૂ.1.45 રહી,
અંતે રૂ.0.30 વધી રૂ.4.05 થયો હતો.
સોનું માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.130ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.238 અને નીચામાં રૂ.60 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 વધી રૂ.184 થયો

હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.143 ખૂલી,
ઊપરમાં રૂ.230 અને નીચામાં રૂ.61 રહી, અંતે રૂ.35.50 વધી રૂ.186.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,255.50ના ભાવે ખૂલી, રૂ.177
વધી રૂ.1,559.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,868ના ભાવે ખૂલી, રૂ.197 વધી રૂ.2,144 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.780 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.09 વધી રૂ.12.90 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.165.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.277.50 અને નીચામાં રૂ.151 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.114.10 વધી રૂ.264.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.80 ખૂલી, ઉપરમાં રૂ.4.40 અને નીચામાં રૂ.1.85 રહી, અંતે રૂ.2.15 ઘટી
રૂ.2.80 થયો હતો.
સોનું માર્ચ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.104ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.104 અને નીચામાં રૂ.41.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48.50 ઘટી રૂ.55
થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190 ખૂલી,
ઊપરમાં રૂ.190 અને નીચામાં રૂ.64 રહી, અંતે રૂ.85.50 ઘટી રૂ.98 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,936ના ભાવે ખૂલી, રૂ.69 ઘટી
રૂ.1,881.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,949ના
ભાવે ખૂલી, રૂ.178.50 ઘટી રૂ.1,655 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.780 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.2.46 વધી રૂ.18.80 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *