મુંબઈ
એમસી સ્ટેન ‘બિગ બોસ ૧૬’નો વિજેતા બન્યો ત્યારથી સતત ચર્ચામાં છે. રેપરે શાનદાર વોટ સાતે શોનું ટાઇટલ જીત્યુ હતું. આ સિવાય ઘરની બહાર પણ સ્ટેનનો જાદુ છવાયેલો છે. શો જીત્યા બાદ રેપર હાલમાં ‘બિગ બોસ’ની સક્સેસ પાર્ટીનો ભાગ બનવા પહોંચ્યો હતો. આ દરમિયાન તે એકવાર ફરી લાઈમલાઈટમાં આવ્યો હતો. જાેકે, આ દરમિયાન કંઈક એવું બન્યુ જેના કારણે રેપરને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? તે જાણો.. હકીકતમાં, બિગ બોસની સક્સેસ પાર્ટીમાં સ્ટેન ઓલ બ્લેક લુકમાં જાેવા મળ્યો હતો. આ સાથે, રેપરે સ્ટાઇલિશ ચશ્મા અને જ્વેલરી પણ પહેરી હતી. જાે કે આ બધાં સિવાય લોકોનું સૌથી વધારે ધ્યાન સ્ટેનનાં શૂઝ ઉપર હતું. પૈપરાઝીને પોઝ આપતા સમયે રેપર વારંવાર પોતાના શૂઝ ઠીક કતો જાેવા મળ્યો, આ જાેઈ ત્યાં ઉભેલા લોકોએ તેના શૂઝની પ્રાઈઝ પર કોમેન્ટ્સ કરવા લાગ્યા અુને ૮૦ હજારની બૂમો પાડવા લાગ્યા. જેના પર રેપરે પણ સહમતિ આપી અને કહ્યુ શૂઝ ૮૦ હજારનાં છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જાેયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, રેપર જાણી-જાેઈને પોતાના શૂઝ ફ્લોન્ટ કરી રહ્યા છે. વળી, તેને લઈને લોકોએ તેને જાેરદાર ટ્રોલ કરવાનું પણ શરુ કરી દીધો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘જાે શૂઝની કિંમત ૮૦ હજાર હોય, તો પણ રાખવાના તેને જમીન પર જ છે, જાે ભગવાને આટલાં જ પૈસા આપ્યા છે તો તેનાથી જરુરિયામંદોની મદદ કરો.’ અન્ય એક યુઝરે લખ્યુ, ‘એવા લોકો આવે છે, પૈસા આવે છે કો બરબાદ કરી દે છે.’ અન્ય એક યુઝરે લખ્યુ, ‘એટલો એટીટ્યુડ, આજે જે કંઈ પણ છે ફેન્સનાં કારણે છે, બધાં સાચું જ કહે છે તેને છપરી.’ આ સિવાય એક અન્ય યુઝર લખે છે, ‘વિવેક ૮૦ પૈસાની પણ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમસી સ્ટેન હવે જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, એમસી સ્ટેનને સાજીદ વાજીદની મ્યૂઝિક કંપનીમાં એક મોટી ઑફર આપવામાં આવી છે. જાેકે, તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


