Maharashtra

કોઇ પણ શરદ પવારના મહત્વને નજરઅંદાજ કરી શકે નહીં,હું મોદીનો વ્યક્તિ છું ઃ એકનાથ શિંદે

મુંબઇ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુપ્રીમો શરદ પવારની પ્રશંસા કરી છે.તેમણે રાજનીતિક સીમાઓથી ઉપર ઉઠી નીતિ નિર્માતાઓનું માર્ગદર્શન કરવામાં પવારની દરિયાદિલીનો હવાલો આપ્યો.મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે કોઇ પણ શરદ પવારના મહત્વને નજર અંદાજ કરી શકે નહીં. શિંદેએ સ્વીકાર કર્યો કે વરિષ્ઠ નેતા શરદ પવાર સીધા તેમને તે મુદ્દા પર ધ્યાન આકર્ષિત કરવા માટે બોલાવે છે જે રાજયના હિતમાં છે.શિંદેએ પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પવારની બાબતમાં કહ્યું કે સહકારિતા અને કૃષિ ક્ષેત્રમાં અમને તેમનું જ્ઞાન અને અનુભવનો લાભ ઉઠાવવો પડશે.તેમણે કહ્યું કે શરદ પવાર રાજયના સહકારી આંદોલનમાં એક માર્ગદર્શક શક્તિ પણ રહેલી છે. એકનાથ શિંદેએ કહ્યું કે પવાર રાજયના સૌથી મોટા નેતાઓમાં એક હતાં.મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના દિવસમાં હંમેશા રાજયની ભલાઇ છે.શિંદેએ શરદ પવારની પ્રશંસા ત્યારે કરી છે જયારે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના નેતા સત્તારૂઢ ભાજપ પર પોતાની પાર્ટીઓને તોડવાનો અને નેતાઓને દુર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા રહે છે આ દરમિયાન મંત્રીમંડળ વિસ્તારમાં પણ વિલંબને લઇ શિંદે જુથમાં અશાંતિની ચર્ચા છે. આ સાથે જ તેમણે દાવોસની પોતાની યાત્રા પર કહ્યું કે રાજય તેમની સાઇન કરવામાં આવેલ એમઓયુથી વિવિધ ખુણામાં રોકાણ જાેશે હકીકતમાં વિરોધ પક્ષોએ તેમની દાવોસ યાત્રાની ટીકા કરતા કહ્યું હતું કે તેનાથી કાંઇ પરિણામ આવવાનું નથી. તાજેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે લકઝમબર્ગના વડાપ્રધાન ભારતીય પ્રધાનમંત્રીના પ્રશંસક છે.તેમણે કહ્યું કે લકઝમબર્ગના પીએમએ મારી દાવોસમાં મુલાકાત કરી અને મને કહ્યુયં કે તે મોદી ભકત છે.તેમણે મારી સાથે એક ફોટો કિલક કરી અને કહ્યું કે તેને પીએમ મોદીને બતાવજાે.હું જર્મની અને સાઉદીના અનેક લોકોથી મળ્યો અને તેમણે મને પુછયું કે શું હું પીએમ મોદીની સાથે છું મેં કહ્યું કે હું તેમનો જ વ્યક્તિ છું

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *