Maharashtra

ક્રૂડ તેલમાં 9,99,400 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.57ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.373 અને ચાંદીનો વાયદો રૂ.148 વધ્યોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ, કોટન-ખાંડીમાં સાર્વત્રિક
ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,462 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 15211.36 કરોડનું

ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,76,222 સોદાઓમાં કુલ રૂ.22,705.77 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,461.8 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 15211.36
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,359 સોદાઓમાં રૂ.5,028.95 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.60,910ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,324 અને નીચામાં રૂ.60,905 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.373 વધી રૂ.61,300ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.208 વધી રૂ.49,033 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.6,147ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.320 વધી રૂ.61,236ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.77,173ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.77,325 અને નીચામાં રૂ.76,666 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.148 વધી
રૂ.77,227 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.96 વધી રૂ.76,999 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.80 વધી રૂ.76,979 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,773 સોદાઓમાં રૂ.1,230.74 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.751ના ભાવે ખૂલી, રૂ.1.55 ઘટી રૂ.751.15 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી
રૂ.210.30 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી
રૂ.238ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.210.30
સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.184.55 જસત-મિની મે વાયદો રૂ.0.80 ઘટી રૂ.238.05 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,456 સોદાઓમાં રૂ.1,189.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,979ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,993 અને
નીચામાં રૂ.5,933 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.57 ઘટી રૂ.5,952 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની મે વાયદો રૂ.56 ઘટી રૂ.5,954 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.184ના
ભાવે ખૂલી, રૂ.2.20 ઘટી રૂ.180.80 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 2.2 ઘટી 180.9 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.66 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,740ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,740 અને નીચામાં

રૂ.62,420 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.560 ઘટી રૂ.62,460ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.964.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,606.87 કરોડનાં
4,261.475 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,422.08 કરોડનાં 314.357 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.663.28 કરોડનાં 11,11,760 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.526.17 કરોડનાં 2,86,94,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.321.27 કરોડનાં 15,386 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.51.73 કરોડનાં 2,806 ટન તાંબાના વાયદાઓમાં રૂ.632.39 કરોડનાં 8,425 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.225.35 કરોડનાં 9,461 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.10.51 કરોડનાં 1,680 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.15 કરોડનાં 22.32 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 22,034.710 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 920.432 ટન, તાંબાના વાયદાઓમાં 13,830.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 19,911 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,491 ટન તથા જસત અને જસત-મિનીમાં 22,750
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,13,590 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,02,37,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
15,600 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 275.4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.32.61 કરોડનાં 391 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 673 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,645 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,727 અને નીચામાં 16,640 બોલાઈ, 87 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 79 પોઈન્ટ વધી 16,719
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 15211.36 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1860.99 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 203.84 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 12210.32 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 932.2
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 255.82 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.138ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.138 અને નીચામાં રૂ.105.50 ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.34.20 ઘટી રૂ.116.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.70 ખૂલી, ઉપરમાં રૂ.11.45 અને નીચામાં રૂ.9.65
રહી, અંતે રૂ.1.20 ઘટી રૂ.9.80 થયો હતો.
સોનું મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.591.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.828 અને નીચામાં રૂ.591.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.212 વધી રૂ.809
થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.589 ખૂલી,
ઊપરમાં રૂ.810 અને નીચામાં રૂ.589 રહી, અંતે રૂ.202.50 વધી રૂ.791.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,419ના ભાવે ખૂલી, રૂ.9.50 વધી
રૂ.1,431.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,396ના

ભાવે ખૂલી, રૂ.34.50 વધી રૂ.2,356.50 થયો હતો. તાંબુ મે રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.0.52 ઘટી રૂ.14.47 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.5,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.109ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.122 અને નીચામાં રૂ.100.40 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.18.60 વધી રૂ.116.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.85 ખૂલી, ઉપરમાં રૂ.9.10 અને નીચામાં રૂ.7.40 રહી, અંતે રૂ.1.10 વધી
રૂ.8.95 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.259.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.259.50 અને નીચામાં રૂ.202ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.57 ઘટી રૂ.205.50
થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.285 ખૂલી,
ઊપરમાં રૂ.293 અને નીચામાં રૂ.224 રહી, અંતે રૂ.50 ઘટી રૂ.229.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,402ના ભાવે ખૂલી, રૂ.80.50 ઘટી
રૂ.2,431 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,304ના ભાવે
ખૂલી, રૂ.68.50 ઘટી રૂ.2,338.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *