Maharashtra

દિલીપ જાેશીને જાનથી મારી નાખવાની ધમકી મળી?.. દિલીપ જાેશીએ સત્ય હકીકત જણાવી

મુંબઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જાેશીને લઈને હાલમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. સમાચાર એવા હતા કે, દિલીપ જાેશીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તેમના ઘરને ૨૫ હથિયારબંધ લોકોએ ઘેરી લીધું છે. કેટલાય રિપોર્ટમાં દાવો પણ કર્યો છે કે, પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. પણ હવે સમગ્ર ઘટનાની સચ્ચાઈ સામે આવી છે. દિલીપ જાેશીએ આ પ્રકારના સમાચારને ખોટા ગણાવ્યા અને અફવા હોવાનું કહ્યું છે. દિલીપ જાેશીએ કહ્યું કે, તેમને નથી ખબર કે, આ સમાચાર કેવી રીતે અને ક્યાંથી ફેલાયા. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આ સમાચાર નકલી છે, આવું કંઈ થયું નથી. મને નથી ખબર કે તેની શરુઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. આવા સમાચાર બે દિવસથી ચાલી રહ્યા છે અને તેને સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા છે. દિલીપ જાેશીએ કહ્યું કે, શરુઆતમાં હું આવા સમાચાર વાંચીને હેરાન પરેશાન થઈ ગયો, પણ તેમણે તેનો પોઝિટીવ પક્ષ જાેયો. તેમણે કહ્યું કે, તેમના મિત્રો અને પરિવારમાંથી ફોન કોલ આવવા લાગ્યા છે, આ સમાચાર વાંચ્યા બાદ કેટલાય લોકો અને જૂના મિત્રોના પણ ફોન આવ્યા અને હાલચાલ પુછ્યા. દિલીપ જાેશીએ કહ્યું કે, ભલું થાય એ વ્યક્તિનું જેણે આવા સમાચાર ફેલાવ્યા. મને એટલા લોકોના ફોન આવ્યા અને મારા હાલ-ચાલ પુછ્યા. એટલા જૂના મિત્રો અને સંબંધીઓને ફોન કર્યા. તેમને મળવાનું સારુ લાગ્યું. નકલી સમાચારથી મને જાણવા મળ્યું કે, લોકો મને કેટલો પ્રેમ કરે છે. આટલા બધા લોકો મારા અને મારા પરિવાર વિશે ચિંતિત છે, જાણીને સારુ લાગ્યું, આ ખુશીની વાત છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *