Maharashtra

દેશમાં આવું પહેલી વાર નથી કે એક પાર્ટીને પોતાનું નામ-ઓળખાણ ખોઈ, દેશની રાજનીતિમાં આવું જ ૨૮ વર્ષ પહેલા પણ થયું હતું

મુંબઈ
ચૂંટણી પંચે મુખ્યમંત્રી શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી છે અને પાર્ટીનું મૂળ ચિન્હ તીર કમાન પણ આપી દીધું છે. શિંદે તરફ દાખલ કરવામાં આવેલી છ મહિના જૂની અરજી પર એક સર્વસમ્મત આદેશમાં ત્રણ સભ્યોવાળા આયોગે ઠાકરે જૂથને શિવસેના નામ અને મશાલ ચૂંટણી ચિન્હને બનાવી રાખવાની મંજૂરી આપી છે. પણ આ દેશમાં આવું પહેલી વાર નથી થયું જ્યારે એક પાર્ટીને પોતાનું નામ અને ઓળખાણ ખોવી પડી હોય. દેશની રાજનીતિમાં ૨૮ વર્ષ પહેલા પણ આવું જ થયું હતું જેમાં જમાઈએ પોતાના સસરાની પાર્ટી પર કબ્જાે કરી લીધો હતો. આ કિસ્સો આંધ્ર પ્રદેશનો છે. ફિલ્મસ્ટાર એનટી રામારાવે ૧૯૮૩માં આંધ્ર પ્રદેશમાં તેલુગૂ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. તેના ૯ મહિના બાદ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જે રાજ્યની પ્રથમ બિન કોંગ્રેસી સરકાર હતી. એનટી રામારાવ વર્ષ ૧૯૯૫માં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા. આ દરમિાયન તેમના જમાઈ ચંદ્રબાબૂ નાયડૂએ બળવો કર્યો. નાયડૂની સાથે કેટલાય ધારાસભ્યો ગયા અને રામરાવની ખુરશી જતી રહી. તેના થોડા સમય બાદ જાન્યુઆરી ૧૯૯૬માં રામરાવનું નિધન થઈ ગયું. એનટીઆરના નિધન બાદ ચંદ્રબાબૂ નાયડૂ સરકારને લઈને સંગઠન સુધી કબ્જાે થઈ ગયો. એવું માનવામાં આવે છે કે, ભારતમાં કોઈ રાજકીય પાર્ટીની અંદર આ સૌથી મોટો ઉલટફેર હતો.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *