Maharashtra

પાપારાઝીઓને પોઝ આપતી કરીના કપૂર પર સૈફ થયો ગુસ્સે? બેબોએ આપી આ પ્રતિક્રીયા..

મુંબઈ
કરીના કપૂર ખાન બી-ટાઉનમાં સૌથી વધુ ફોટો ક્લિક કરાયેલી હસ્તીઓમાંથી એક છે. જ્યારે પણ તે મુંબઈની ગલીઓમાં ફરતી હોય છે, ત્યારે પાપારાઝીઓ તેને કેમેરામાં કેદ કરવા માટે એક્સાઈટેડ થઈ જતા હોય છે. કરીના પોતાની આગવી સ્ટાઈલથી પાપારાઝી સહિત ફેન્સના દિલ જીતવામાં સફળ રહી છે. જાેકે, તેઓ પાપારાઝી સાથે અલગ બોન્ડિંગ શેર કરે છે. જાેકે, તાજેતરમાં, સૈફે આ તમામ ફોટોગ્રાફર્સના વર્તનની ટીકા કરી હતી, અને ગુસ્સામાં તેમને ઠપકો આપ્યો હતો. આ પછી એવા અહેવાલો છે કે, સૈફ-કરીના ફોટોગ્રાફર્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવાના છે. જાેકે, બાદમાં સૈફે પોતે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, એવું નથી. જાેકે, હવે કરીનાએ પાપારાઝીઓ સાથે એક સ્પેસ રાખવા અંગે વાત કરી હતી. કરીના કપૂરે ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, ‘હું કોઈ પ્રકારનો અંતર રાખી નથી રહી. હા એ સાચું છે, જે પણ હોય, તે મને બહુ ખૂબજ ગમે છે. જાે તેઓ ક્લિક કરી રહ્યાં હોય, તો તેમને ક્લિક કરવા દો. મને પણ એવું લાગે છે, જાેકે, તેમા હું શું કરુ?’ મેં ઘણી વાર પ્રયત્ન કર્યો છે, તમે જાણો છો. હું અને સૈફ બંને ખૂબ જ પ્રમાણિક છીએ. પરંતુ, ક્યારેક તેઓ બિલ્ડીંગમાં આવે, અથવા તેઓ બાળકોને કેપ્ચર કરે, અમારા રુટીન સેડ્યુલને પણ કેપ્ચર કરવુ અયોગ્ય છે. જેમ કે, સૈફે કહ્યું, બસ એકજ વસ્તુ કહું છે કે, અમને કેપ્ચર ન કરો. વાતચીતમાં, કરીનાએ સ્પષ્ટ કર્યું કે, સૈફ ઘણીવાર આશ્ચર્યચકિત થાય છે કે, કેવી રીતે બેબો હંમેશા પાપારાઝી સામે હસતા પોઝ આપે છે. અભિનેત્રીએ કહ્યું, ‘સૈફ કહે છે, તમે હંમેશા કેમ પોઝ આપતા રહો છો? ત્યાકે હું કહુ ચીલ! મને પોઝ આપવો ગમે છે, અને હું આવી જ છું.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *