Maharashtra

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું સતીશ કૌશિકના મોતનું કારણ, કાર્ડિયાક અરેસ્ટથી થયું મૃત્યુ!…

મુંબઈ
બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકનું ૬૬ વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. જાેકે, આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં તપાસમાં સામે આવ્યું છે કે, અભિનેતા મૃત્યુના દિવસે જે પાર્ટીમાં હાજરી આપી હતી તે, ફોર્મ હાઉસમાંથી કેટલીક વાંધાજનક દવાઓ મળી આવી હતી. ત્યારથી બધા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા હતા. હવે સતીશ કૌશિકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. અહેવાલ મુજબ, અભિનેતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. સતીશ કૌશિકના મૃત્યુના મામલામાં દિલ્હી પોલીસને મળેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. સતીશ કૌશિકનો હાઈપરટેન્શન અને સુગરનો મેડિકલ હિસ્ટ્રી મળી આવ્યો છે. અત્યાર સુધીની તપાસ મુજબ મૃત્યુ શંકાસ્પદ સંજાેગોમાં થયું હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. ચાર ડોક્ટરોની પેનલ દ્વારા કોમેડિયનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સતીશ કૌશિકના મૃત્યુના મામલામાં દિલ્હી પોલીસે ગુરુવારે કહ્યું હતું કે, તે ઝ્રિઁઝ્રની કલમ ૧૭૪ હેઠળ નિયમિત રીતે મામલાની તપાસ કરશે અને પોલીસ મૃત્યુના દરેક એંગલથી તપાસ કરવાનો પ્રયાસ કરશે. પોલીસ વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તપાસનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, તેનું મૃત્યુ રહસ્યમય સંજાેગોમાં ન થયું હોય. સતીશ કૌશિક ભારતીય ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા અને દિગ્દર્શક હતા. તેઓ એક સફળ સ્ક્રિપ્ટ રાઈટર અને ડાયલોગ રાઈટર પણ હતા. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર કોમિક ટાઈમિંગથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. અભિનેતાના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને તેમને મિસ કરી રહ્યા છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *