Maharashtra

ફરદીન ખાનનું ફેટ-ટૂ-ફીટ ટ્રાન્સ્ફોર્મેશન જાેઇને ચોંકી જશો

મુંબઈ
‘ઓમ જય જગદીશ’, ‘નો એન્ટ્રી’, ‘ફિદા’ જેવી ફિલ્મોથી ઓળખ બનાવનાર અભિનેતા ફરદીન ખાન લાંબા સમયથી લાઈમલાઈટથી ગાયબ છે. ફરદીન ખાને ૯૦ના દાયકામાં પોતાના ક્યૂટ લુક અને એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. પરંતુ પછી અચાનક આ કલાકારો ફિલ્મોની દુનિયામાંથી કંઇક એવી રીતે ગાયબ થઈ ગયા કે કોઈને કોઈ સમાચાર ન હતા. થોડા સમય પહેલા આ એક્ટરનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તે ફોટોમાં ફરદીન ખાનને ઓળખવો ખૂબ જ મુશ્કેલ હતો. ખરેખર, એક સમયે પોતાના લૂકથી હેડલાઇન્સ બનાવનારા આ અભિનેતાનું વજન ઘણું વધી ગયું હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પોતાની મેદસ્વિતાના કારણે આ એક્ટરે ફિલ્મો અને મીડિયાથી અંતર બનાવી લીધું હતું. એટલું જ નહીં ફરદીન ખાન કોઇ જાહેર કાર્યક્રમમાં પણ જાેવા મળ્યા ન હતા. પરંતુ તાજેતરમાં જ ‘ફિદા’ ફેમના આ કલાકારો ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીની દીકરીના રિસેપ્શનમાં જાેવા મળ્યા હતા. આ અભિનેતાના આશ્ચર્યજનક ટ્રાન્સ્ફોર્મેશનથી સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. ફરદીન ખાનનું ફેટ-ટુ-ફિટ ટ્રાન્સફોર્મેશન જાેઈને સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ આશ્ચર્ય થાય છે. એટલું જ નહીં એક્ટરના ટ્રાન્સફોર્મેશનની સાથે સાથે તેના કમબેકની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. રમેશ તૌરાનીની દીકરીના રિસેપ્શનમાં ફરદીન ખાન બ્લેક સૂટમાં પહેલાની જેમ જ હેન્ડસમ હંક લાગી રહ્યો હતો. મુંબઈમાં આયોજિત આ ઇવેન્ટમાં લગભગ દરેક બોલિવૂડની દરેક સેલિબ્રિટી હાજર રહી હતી. આ રિસેપ્શનમાં સુનીલ શેટ્ટી, ગોવિંદા, રાજકુમાર સંતોષી, રવિના ટંડન, આયુષ્માન ખુરાના, અનુષ્કા રંજન, સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફરદીન ખાન છેલ્લે ૨૦૧૦માં આવેલી ફિલ્મ “દુલ્હા મિલ ગયા”માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મ પણ બૉક્સ-ઑફિસ પર કંઈ ખાસ કરી શકી નહોતી. આ અભિનેતાને સિલ્વર સ્ક્રિન પરથી ગાયબ થયાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. જાેકે, હવે અભિનેતાનું ટ્રાન્સ્ફોર્મેશન જાેઇને ફેન્સ તેના કમબેકની અટકળો લગાવી રહ્યા છે અને આશામાં છે તે જલદી જ પડદા પર તે દર્શકોનું મનોરંજન કરતો જાેવા મળશે.

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *